તા.૧૬.૦૩.૨૦૨૬ થી તા.૧૪.૦૫.૨૦૨૬ સુધી પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટનુ જાહેરનામુ અમલી
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર, તા.૧૭
શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. ડી. ધાનાણી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અને (સી) અન્વયે પોરબંદર જિલ્લાની પોરબંદર મહાનગરપાલિકા સમગ્ર વિસ્તારમાં પશુઓને જાહેરમાં ઘાસચારો જાહેરમાર્ગ/ફુટપાથ તથા જાહેરસ્થળો ઉપર કોઇપણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેંચાણ કરવા તથા જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા તેમજ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામાનો કોઇ પણ ખંડનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા.૧૬.૦૩.૨૦૨૬ થી તા.૧૪.૦૫.૨૦૨૬ સુધી અમલમાં રહેશે.
આ હુકમ અન્વયે પોરબંદર જિલ્લાની પોલીસ હકુમત હેઠળ આવતી સદરહું પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં ફરજ બજાવતાં પોલીસ ઇન્સ્પેકટર દરજજાથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીઓ તથા પોરબંદર મહાનગરપાલિકાના નાયબ કમિશ્નરને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ ફરીયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
