ભડિયાદ ગામમાં ભાગવત કથામાં ઉત્સાહ સાથે ઉજવાયો કૃષ્ણ જન્મ પ્રસંગ

સમાચાર યાદીવિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને જસાણી પરિવાર દ્વારા થયેલ આયોજન

મૂકેશ પંડિત, ભડિયાદ

ભડિયાદ ગામમાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથામાં ઉત્સાહ સાથે કૃષ્ણ જન્મ પ્રસંગ ઉજવાયો. શ્રી અંબાજી મંદિરમાં સ્વર્ગસ્થ શ્રી સુલેમાનભાઈ જસાણી પરિવાર દ્વારા થયેલ આયોજનનો ભાવિક ગ્રામજનોને લાભ મળી રહ્યો છે.

ખોજા પરિવારનાં દાતા શ્રી આલ્બર્ટ જસાણી દ્વારા સનાતન ભાવના સાથે સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન થયું છે. શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને ભાગવત કથામાં વિવિધ અવતાર પ્રસંગ વર્ણન સત્યે કૃષ્ણ જન્મ પ્રસંગ ભાવ અને ઉત્સાહ સાથે ઉજવાયો.

ગત શુક્રવારથી પ્રારંભ થયેલ કથામાં ભડિયાદ ગામ સમસ્તનાં આયોજન સાથે ગામનાં વિકાસમાં સહયોગી રહેલ શ્રી જસાણી પરિવાર દ્વારા સૌને લાભ મળી રહ્યો છે. શ્રી હબીબભાઈ હાલાણી, શ્રી શાંતિરામજી મહારાજ અને સેવાભાવી અગ્રણીઓ સંકલનમાં રહ્યાં છે. કથા પૂર્ણાહુતિ આગામી ગુરુવારે થનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *