જામ ખંભાળિયા, તા. ૦૨-૦૩-૨૦૨૬
ભાણવડના રૂપામોરા વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક અજગર અવારનવાર દેખા દેતો હતો. જેના કારણે સ્થાનિક વાડી માલિકો અને ખેડૂતોમાં સતત ડરનો માહોલ જોવા મળતો હતો. આ વચ્ચે તાજેતરમાં મોડીરાત્રિના સમયે આ અજગરે ફરી એક વખત દેખા દેતા વાડી માલિકોએ તાત્કાલિક ભાણવડના એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટને જાણ કરી હતી.
આથી રેસ્ક્યુઅર અશોકભાઈ અને તેમની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી, અને કુશળતાપૂર્વક આ અજગરને રેસ્ક્યુ કર્યો હતો અને રેસ્ક્યુ બાદ વન વિભાગના કર્મચારીઓ અને ટ્રસ્ટના સભ્યો દ્વારા આ અજગરને તેના પ્રાકૃતિક આવાસમાં સલામત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)

