જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી દ્વારા માર્ગદર્શન અપાયું
જામ ખંભાળિયા, તા. ૨૧-૦૧-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજરોજ ભાણવડ ખાતે ભારતીય જનતા પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં અહીંના ધારાસભ્ય કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સાથે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવીની આગેવાનીમાં આ બેઠકમાં દ્વારકા, ભાણવડ અને સલાયા નગરપાલિકાઓની આગામી ચૂંટણી માટે પ્રાથમિક આયોજન પર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં તાલુકા પંચાયતની ખાલી સીટ અને ત્રણેય નગરપાલિકાઓમાં ભાજપનો વિજય સુનિશ્ચિત કરવા માટે આયોજન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ મહામંત્રીઓ અને મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણીની તૈયારીના ભાગરૂપે વિવિધ રણનીતિઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
પક્ષના આગેવાનોએ સ્થાનિક સમૂહો સાથેના સુમેળ, સંકલિત અભિગમ અને અસરકારક આયોજન દ્વારા ભવ્ય વિજય મેળવવા માટે જય ઘોસ કર્યો. આ બેઠકમાં સૌ આગેવાનોએ એકમતા અને અને ચૂંટણી અગાઉના તમામ આયોજનને અમલમાં મૂકવાની તૈયારી શરૂ કરી હતી.
(ફોટો:- કુંજન રાડિયા)





