જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૩૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા બુધવાર તા. 25 ના રોજ સવારે 10:30 વાગ્યે ભાણવડમાં આઈ.ટી.આઈ. ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપ ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે.
ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયું છે. આ જોબફેરમાં જુદી-જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને એસ.એસ.સી. ડીપ્લોમા, બી.ઈ. અને બ.ટેક સિવિલ જેવી જુદી જુદી લાયકાત ઉમેદવારો માટે ટેકનીકલ,સુપરવાઈઝર અને રૂરલ કેરિયર એજન્ટ જેવી જગ્યાઓ માટે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ એક ઓપન જોબફેર હોય, કોલ લેટર ન મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવી હોય તેવા ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબફેરમાં હાજર રહી શકશે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
