જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 77 માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં ભાણવડમાં ભુતવડ રોડ, ન્યાય મંદિર સામે, સવારે 9 વાગ્યે થશે.
આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમની પૂર્વતૈયારી રૂપે રિહર્સલ યોજવામાં આવી હતી.
આ રિહર્સલ દરમિયાન નિવાસી અધિક કલેક્ટરએ ધ્વજવંદન, માર્ચ પાસ્ટ, પરેડ નિરીક્ષણ, પ્રાસંગિક ઉદબોધન, વૃક્ષારોપણ સહિતના આયોજનોનું અવલોકન કરી જરૂરી સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત કાર્યક્રમના દિવસે પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ નાગરિકોની બેઠક વ્યવસ્થા સહિતની વિગતો અંગે માર્ગદર્શન આપી, તમામ વ્યવસ્થાઓ સુચારૂ રીતે ગોઠવવા ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હેતલ જોશી, પ્રાંત અધિકારી કે. કે. કરમટા, ડીવાયએસપી વિસ્મય માનસેતા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



(ફોટો:- કુંજન રાડિયા)
