Headlines

ભાણવડ સરકારી હોસ્પિટલને મળી નવી એમ્બ્યુલન્સની ભેટ

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨-

       દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય સુવિધાઓનો સતત વિકાસ થઈ રહ્યો છે. ભાણવડ તાલુકા આરોગ્ય તંત્રને નવી બેઝિક લાઈફ સપોર્ટ સુવિધાયુક્ત એમ્બ્યુલન્સની ભેટ મળી છે. પાવરિકા કંપની દ્વારા સી.એસ.આર. અંતર્ગત અપાયેલી આ એમ્બ્યુલન્સને સાંસદ પુનમબેન માડમ તથા ધારાસભ્ય મુળુભાઈ બેરા દ્વારા ભાણવડ કન્યા શાળા ખાતેથી જનસેવા માટે સમર્પિત કરવામાં આવી હતી. આ એમ્બ્યુલન્સથી ભાણવડ અને તેની આસપાસના વિસ્તારના દર્દીઓ તેમજ ભાણવડ સરકારી દવાખાનાની સુવિધામાં વધારો થશે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *