ભાવનગરના કાળિયાબીડ ખાતે 18 જાન્યુઆરીએ સ્વ શીલાદેવી અને હંસરાજજી જૈનની સ્મૃતિમાં રેડક્રોસના સહકારથી વિના મૂલ્ય મેડિકલ કેમ્પ યોજાશે

ભાવનગરમાં તા.18 જાન્યુઆરી ને રવિવારે અગ્રવાલ સમાજ હોલ કાળીયાબીડ ખાતે અગ્રવાલ સમાજ દ્વારા સ્વ.શીલાદેવી જૈન અને સ્વ.હંસરાજજી જૈનની સ્મૃતિ માં રેડક્રોસ સોસાયટી ના સહકારથી મેગા મેડિકલ કેમ્પ અને ચશ્મા વિતરણ કેમ્પ યોજાશે.

સ્થળ પર જ લેબોરેટરી,દવાઓ, અને ચશ્મા વિતરણ અને રક્તદાન શિબિર યોજાશે. અગ્રવાલ સમાજ દ્વારા સ્વ.શીલાદેવી જૈન અને સ્વ.હંસરાજજી જૈન ની સ્મૃતિ માં રેડક્રોસ સોસાયટી ના સહકાર થી મેગા મેડિકલ કેમ્પ અને ચશ્મા વિતરણ કેમ્પ યોજાશે.
અગ્રવાલ સમાજ ભાવનગર દ્વારા ભાવનગર ના દરેક નાગરિકો અને જરૂરીયાતમંદ દર્દીઓ માટે તા.18/1/26 ને રવિવારે સવારે 10 થી 2 દરમ્યાન અગ્રવાલ સમાજ હોલ, સાગવાડી, કાળિયાબીડ ભાવનગર ખાતે મેગા મેડિકલ નિદાન અને સારવાર કેમ્પ અને ચશ્મા વિતરણ કેમ્પ નું આયોજન કરવા માં આવેલ છે.
અગ્રવાલ સમાજ દ્વારા ભાવનગર ના નાગરિકો માટે અલગ અલગ કેમ્પ નું નિયમિત રીતે આયોજન કરવા માં આવે છે જેના ભાગરૂપે કિરણ ગ્રુપ ના સહકાર થી યોજાનાર મેગા કેમ્પ માં બીપી, ડાયાબિટીસ, થાઇરોડ, સ્ત્રી રોગ, હાડકા, ચામડી, ફેફસા, આંખ, કાન નાક ગળા,દાત,ના રોગ નિષ્ણાત ઉપરાંત ફિઝિયોથેરાપી અને નેચરોપેથી ઉપચાર સાથે જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવા માં આવશે.
કેમ્પ માં ડોકટર ની સલાહ મુજબ ઈસીજી કાર્ડિયોગ્રામ, ફેફસા ના રોગો માટે સ્પાયરોમેટ્રી, કાન માટે ઓડિયોમેટ્રી, હાડકા ની ધનતા માટે બીએમડી રિપોર્ટ,ઉપરાંત લેબોરેટરી ના જરૂરી તમામ ટેસ્ટ કરી આપવા માં આવશે. આ કેમ્પ માં આંખ ની તપાસ કરી ને ચશ્મા આપવામાં આવશે.
આ કેમ્પ માં રેડક્રોસ બ્લડ બેન્ક ના સહકાર થી થેલેસેમિયા અને હિમોફિલિયા, કેન્સર અને સગર્ભા બહેનો ના દર્દીઓ ના લાભાર્થે રક્તદાન શિબિર યોજાશે જેનો લાભ લેવા નવરજનો ને અગ્રવાલ સમાજ , રેડક્રોસ અને સ્વ.શ્રી શિલાદેવી હંસરાજજી જૈન પરિવાર તથા કિરણ ગ્રુપ દ્વારા નિમંત્રણ આપવા માં આવેલ છે. આ કેમ્પ દરમ્યાન રેડક્રોસ સોસાયટી ને મળેલ ભારત ની પ્રથમ દસ પ્રકાર કેન્સર ના કેન્સર ના પ્રાથમિક સ્ક્રીનીંગ માટે ની આશા વેન નું નિદર્શન પણ કરવા માં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *