Headlines

ભાવનગરમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વિરોધમાં મહિલા મોરચા દ્વારા ધરણા 

વિપુલ હિરાણી દ્વારા 

ભાવનગર તા.૨૪

નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે યોજાયેલ AI સમિટ દરમિયાન કોંગ્રેસ પક્ષ તેમજ રાહુલ ગાંધી દ્વારા દેશને “હાસ્યાસ્પદ” ગણાવ્યું તેના વિરોધ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહીલા મોરચા દ્વારા ધરણા નું આયોજન કરવામાં આવ્યું .આ ધરણામાં મહીલા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધીના વિરોધમાં નારા લગાવ્યા અને તેમની ભૂમિકા દેશની પ્રતિષ્ઠાને આંચકો પહોંચાડનાર છે અને આની કડક શબ્દોમાં નિંદા કરી, “દેશની અસભ્યતા ક્યારેય માફ નહીં’.” તેનો સ્પષ્ટ સંદેશો આપ્યો.                         

    શહેરમાં ઘોઘાગેટ ખાતે ધારણા શાંતિપૂર્ણ કાર્યક્ર્મ યોજાયો. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અધ્યક્ષ કુમાર ભાઈ શાહ માર્ગદર્શન અને મહિલા મોરચા ના પ્રમુખ હિનાબેન શાહની આગેવાની હેઠળ યોજાયો. જેમાં ભાવનગર મેયર  ભરતભાઈ બારડ, શહેર મહામંત્રીઓ નરેન્દ્રસિંહ ગોહિલ ,નરેશભાઈ રાવલ, મુકેશભાઈ ડાભી વિવિધ મોરચા- સેલના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *