

વિપુલ હિરાણી, ભાવનગર
ભાવનગરમાં કલા સંગમ ફાઉન્ડેશન સંચાલિત લેટ્સ ફ્લાય લેડીઝ ક્લબ ના બહેનો માટે મોકટેલ વર્જિન મોજીતો સમર સ્પેશિયલ રેમ્બો વગેરે ઠંડા સરબતો બનાવવાની હરીફાઈ રાખવામાં આવેલ. તેમજ સરપ્રાઈઝ ટ્વીસ્ટ ગેમ્સ રાખવામાં આવેલ. જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનારને ઇનામો આપીને સન્માનિત કરવામાં આવેલ .તેમજ તે સિવાયના દરેક સ્પર્ધકો ને એક સરપ્રાઈઝ ગિફ્ટ આપીને સન્માનિત કરવામા આવેલ. અને બધા બહેનો એ નવરાત્રી હોવાથી ગરબા લીધેલ અને છેલ્લે ગુજરાતી હળવા નાસ્તા સાથે કાર્યક્રમ પૂર્ણ કરેલ આ કાર્યક્રમ ને સફળ બનાવવા વર્ષાબેન ઠક્કર, ગીતાબેન બારોટ નયનાબેન નાથાણી કવિતાબેન જાની અને દર્શનાબેન ત્રિવેદી એ સારી જહેમત ઉઠાવી હતી.