Headlines

ભાવનગરમાં ભગવત મંડળ દ્વારા  ૧૬ મો યુવા પસંદગી મેળો યોજાશે

વિપુલ હિરાણી 

ભાવનગર  તા.૧

ભગવત મંડળ / વલ્લભ મંડળ મેરેજ બ્યુરો, ભાવનગર દ્વારા 16 મો યુવક યુવતી સર્વ ઉચ્ચ જ્ઞાતિ માટે પરિચય મેળાનું તા.૫/૪/૨૦૨૬ ને રવિવાર શિવ શક્તિ હોલ, ભાવનગર ખાતે સવારે ૯ થી ૨ આયોજન કરવામાં આવેલ છે.   

પરિચય મેળવવા ભાગ લેવા ઈચ્છુક આ યુવક – યુવતી તથા વાલીઓ એ ફોર્મ તા. ૧૫/૦૩/૨૦૨૬ ને રવિવાર સુધીમાં ફોર્મ મેળવી ભરી આપી જમા કરાવવાના રહેશે. લિમિટેડ સંખ્યા લેવાની હોય વહેલા તે પહેલાના ધોરણે સંસ્થાની ઓફિસ સોની પ્રેમજી વશરામ એન્ડ કંપની ની બાજુમાં બેઝમેન્ટમાં, ભગવત મંડળની ઓફિસ, કાળા નાળા  જમા કરાવવાના રહેશે. સોમવાર, બુધવાર, અને શુક્રવારના રોજ ૬ થી ૭-૩૦ કલાક અને રવિવારે ૧૧ થી ૧ ઓફિસ નિયમિત ચાલુ છે. યુવક તથા યુવતી ઉમેદવારોનો એક પાસપોર્ટ ફોટો, આધાર કાર્ડ ની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે. જો ઉમેદવાર ડાઈવોર્સ હોય તો કોર્ટના હુકમ નામાની નકલ લાવવાની રહેશે. વધુ વિગત માટે પુષ્કર ભાઈ મહેતા, મો. નં. ૯૯૨૫૭૧૭૯૯૯,ચંદ્રકાંતભાઈ મહેતા મો. નં. ૯૪૨૮૪૦૮૪૮૩,દીપકભાઈ મણીયાર, મો નં. ૯૪૨૭૧૪૮૮૮૫ નો સંપર્ક કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *