Headlines

ભાવનગરમાં મનપાના બે મેદસ્વિતા નિવારણ યોગ કેમ્પ સમ્પન્ન ; સાધકોના વજનમાં ૭ કિલો સુધીનો ઘટાડો​મેડિકલ કોલેજના ડીન ડૉ. ચિન્મય શાહની પ્રેરક ઉપસ્થિતિ: સ્વાસ્થ્ય જાળવવા યોગને જીવનશૈલી બનાવવા અનુરોધ


વિપુલ હિરાણી દ્વારા
​ભાવનગર તા.૨૨
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલજીના નેતૃત્વમાં અને ભાવનગર મહાનગરપાલિકાના યોગ કોર્ડીનેટર છાયાબેન પટેલના માર્ગદર્શન હેઠળ શહેરમાં ચાલી રહેલી ૩૦ દિવસીય મેદસ્વિતા યોગ શિબિરનું ગતરોજ ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં જોડાયેલા સાધકોએ આશ્ચર્યજનક પરિણામો મેળવ્યા છે.


​સમાપન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગવર્મેન્ટ મેડિકલ કોલેજના ડીન ડૉ. ચિન્મય શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સાધકોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે મેદસ્વિતા એ અનેક બીમારીઓનું પ્રવેશદ્વાર છે, જેમાંથી બચવા માટે યોગ શ્રેષ્ઠ માધ્યમ છે. તેમણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સ્વાસ્થ્ય સુધારણા માટેના મહત્વના સૂચનો પણ આપ્યા હતા.
​પરિણામલક્ષી તાલીમ
​આ શિબિર દરમિયાન સાધકોના ઉત્સાહ અને ટ્રેનર્સની મહેનતને કારણે સાધકોએ ૨ કિલોથી લઈને ૭ કિલો જેટલું વજન ઘટાડ્યું છે. શિબિરનું સંચાલન નીચે મુજબના સ્થળોએ કરવામાં આવ્યું હતું:
​ગીતામંદિર, અક્ષરધામ પાર્ક: અહીં દિયાબેન ડોંડા, વર્ષાબેન ઘેડીયા અને શીતલબેન કટુડીયાએ સેવા આપી હતી.
​માધવનગર, કાળિયાબીડ: સોનલબેન જોશી, જીજ્ઞાબેન દવે અને જીતેન્દ્રભાઈ ભટ્ટ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
​સેવાનો લાભ લેવા અપીલ
​ભાવનગર મનપા વિસ્તારમાં હાલ અનેક સ્થળોએ નિશુલ્ક યોગ વર્ગો કાર્યરત છે. જે નાગરિકો યોગ દ્વારા શારીરિક અને માનસિક ઉન્નતિ મેળવવા માંગતા હોય અથવા પોતાના વિસ્તારમાં નવા ક્લાસ શરૂ કરાવવા માંગતા હોય, તેમણે યોગ કોર્ડીનેટર છાયાબેન પટેલ (મો. ૮૪૮૭૯૯૭૯૬૯) નો સંપર્ક કરવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *