ભાવનગરમાં યોગ સાધકે બે હજારસૂર્ય નમસ્કાર કરીને સર્જ્યો વિક્રમ

પતંજલિ યોગ પરિવારનાં નરેન્દ્રસિંહ ચુડાસમાએ ૧૧ કલાક કર્યા સૂર્ય નમસ્કાર

મૂકેશ પંડિત, ઈશ્વરિયા

ભાવનગરમાં પતંજલિ યોગ પરિવાર સાથે જોડાયેલાં શ્રી નરેન્દ્રસિંહ ચુડાસમાએ બે હજાર સૂર્ય નમસ્કાર કરી વિક્રમ સર્જ્યો છે.

સ્વામી શ્રી બાબા રામદેવજી પ્રેરિત પતંજલિ યોગ પરિવાર સાથે જોડાયેલાં ૬૨ વર્ષીય યોગ શિક્ષક શ્રી નરેન્દ્રસિંહ ચુડાસમાએ સતત ૧૧ કલાક સૂર્ય નમસ્કાર કર્યા છે. આ યોગ સાધકે બે હજાર સૂર્ય નમસ્કાર કરી વિક્રમ સર્જ્યો છે.

ભાવનગરમાં વિનામૂલ્યે યોગ વર્ગો ચલાવનાર યોગ સાધક વડીલ દ્વારા થયેલ આ સાધના કાર્યથી પતંજલિ યોગ પરિવારે ગૌરવ અનુભવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *