Headlines

ભાવનગરમાં રિક્ષા ચાલક પર હુમલો અને લૂંટ: પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર

શહેરના કુંભારવાડા નારી રોડ વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલક લક્ષ્મણભાઈ વાલાભાઈ સાટીયા સાથે લોહીલુહાણ કરી લૂંટ ચલાવવાની ઘટના સામે આવી છે. નીલમબાગ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ, રિક્ષા ચાલક પોતાની રિક્ષા (નંબર GJ 23 X 5634) લઈને મુસાફરો સાથે ગંગાજળીયા તળાવ તરફ જઈ રહ્યા હતા.

​તલાવડી ચોકડી પાસે પહોંચતા, મોબાઈલ પર વાત કરી રહેલા એક સ્કૂટર ચાલકે બેદરકારીપૂર્વક વળાંક લેતા રિક્ષા સાથે ટક્કર થઈ હતી. આ બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા સ્કૂટર ચાલકે લક્ષ્મણભાઈને અપશબ્દો બોલી છરી વડે હુમલો કર્યો હતો. હુમલાખોરે રિક્ષા ચાલકના ડાબા પગે ઈજા પહોંચાડી તેના ખિસ્સામાંથી ₹2,000ની લૂંટ કરી હતી. ભયના માર્યા મુસાફરો ત્યાંથી ભાગી ગયા હતા.

​ભોગ બનનાર રિક્ષા ચાલકે હિંમત બતાવી હુમલાખોરના સ્કૂટર (નંબર GJ 04 EH 0077)નો ફોટો પાડી લીધો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં તેમને સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને ટાંકા લેવા પડ્યા હતા. પોલીસે આ મામલે BNSની વિવિધ કલમો અને જીપી એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *