સુમીત ઠક્કર, ભાવનગર
સમગ્ર વિશ્વ માં લોહાણા રઘુવંશી પરિવારો ની માતૃ સંસ્થા લોહાણા મહાપરિષદ અને તેના માર્ગદર્શન થી ચાલતી લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ ના આયોજન ના ભાગરૂપે તા. ૪-૩-૨૦૨૫ ને મંગળવાર સાંજે 7 કલાકે ઇસ્કોન કલબ ભાવનગર ખાતે મહાપરિષદ ના વૈશ્વિક અધ્યક્ષ સતિષભાઈ વિઠલાણી અને લોહાણા ઈન્ટર નેશનલ બિઝનેસ ફોરમ ની ટીમ ઉપસ્થિત રહી ને ભાવનગર ના વિવિધ ક્ષેત્ર ના અગ્રણીઓ સાથે એક બેઠક યોજશે ખાસ કરી ને લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમને આફ્રિકા – યુગાન્ડા, ગાંધીનગર ખાતે ઐતિહાસિક અને અભૂતપૂર્વ મળેલી સફળતા બાદ આગામી તા. ૧૩ થી ૧૬ એપ્રિલ દરમ્યાન દુબઈ ખાતે પ્રથમવાર પોજાનાર જીસીસી કોલિંગ ૨૦૨૫ ને નવી ઉંચાઈ અને નવો ઇતિહાસ રચી યાદગાર બનાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે દુબઈ ખાતે યોજાનાર જીસીસી કોલિંગ ૨૦૨૫ માટે સૌરાષ્ટ્રના જીલ્લા મથકે પ્રિ-મીટ માટે અધ્યક્ષ સતિષભાઈ વિઠલાણી અને લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ ની ટિમ ઉપસ્થિત રહી ને સૌને માર્ગદર્શન કરશે
આ બેઠક ભાવનગર સહિત અમરેલી ગાંધીધામ, રાજકોટ, પોરબંદર, ભુજ, બરોડા,અમદાવાદ, જુનાગઢ ખાતે ઝંઝાવતી પ્રવાસ યોજાનાર છે. આ કાર્યક્રમ ના ભાગરૂપે આગામી ૪ માર્ચ ના રોજ અમરેલી અને ભાવનગર ના આંગણે લોહાણા મહાપરિષદ પરિષદ ના પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી અને અન્ય હોદેદારો ઉપસ્થિત રહી સૌને માર્ગદર્શન કરશે અને પરસ્પર વિચારો ની આપલે કરશે.
ઉપરાંત ૪-૩-૨૦૨૫ ને મંગળ વાર સવારે ૧૧ કલાકે હોટલ એન્જલ અમરેલી ખાતે તેમજ સાંજે 7 કલાકે ભાવનગર ઇસ્કોન કલબ ખાતે યોજાનાર આ પરિષદમાં ઉપસ્થિત રહેવા ઉદ્યોગકારો, પ્રોફેશનલ સીએ, ડોક્ટર, વકીલો, લાર્જ સ્કેલ હોલસેલ વેપારીઓ, અને ન્યુ સ્ટાર્ટપ બિઝનેસ શરૂ કરેલ ઉદ્યોગકારો અને ઝોન ના અગ્રણી શુભેચ્છકો ને ઉપસ્થિત રહેવા ઝોન 4 ના પ્રમુખ સુમિત ઠક્કર તેમજ બિઝનેસ કમિટી ના ઝોન ચેરમેન હર્ષિલ વસાણી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
લોહાણા રઘુવશીઓના સંગઠન અને વ્યવસાયલક્ષી સેવાઓ ના સંકલન માટેની આ બેઠકમાં ઉપસ્થિત રહેવા અને સંપર્ક મા રહેલા પ્રોફેશનલ્સને પણ જોડીને આગામી સમય માં વૈશ્વિક રીતે વ્યવસાય માં વૃદ્ધિ અને સંકલન થકી સેવાઓ ને વધુ સક્ષમ બનાવવા ના હેતુ થી આ આયોજન કરવા માં આવેલ છે.