Saturday June 21, 2025

ભાવનગરમાં વિશ્વ હિમોફિલિયા દિવસે રેડક્રોસ દ્વારા 200 દર્દીઓને 3,85,715 યુનિટ ફેક્ટર વિનામૂલ્યે અપાયા

સુમિત ઠક્કર, ભાવનગર

રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા હિમોફિલિયા સોસાયટી ભાવનગરના સહકારથી ચલાવાઈ રહ્યું છે હિમોફિલિયા ટ્રીટમેન્ટ સેન્ટર જ્યાં સેવાઓ વિનામૂલ્યે આપવા માં આવે છે

17 એપ્રિલ એટલે ઇન્ટરનેશનલ હિમોફિલિયા ડે ની ઉજવણી સમગ્ર વિશ્વ માં થાય છે ત્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર છેલ્લા 3 વર્ષ થી હિમોફિલિયા ટ્રીટમેન્ટ સેન્ટર ચલાવી ને ભાવનગર જિલ્લા ના 200 જેટલા દર્દીઓ ને જરૂરી ફેક્ટર 8 અને 9 ની સેવાઓ ઉપરાંત ડોકટરની વિનામૂલ્યે સારવાર,ફિઝિયોથેરાપી, ડેન્ટલ ઓપીડી, નેચરોપથી સારવાર,મેડિકલ કેમ્પ ઉપરાંત હિમોફિલિયા ના દર્દીઓ અને તેના બાળકો ને અભ્યાસ માટે પુસ્તકો,ચોપડા તહેવારો માં ઉજવણી, પ્રવાસ ના કાર્યક્રમો અને રાશન કીટ, ધાબળા, સહિત ની ચીજવસ્તુઓ નું વિતરણ સહિત ના કાર્યક્રમો યોજવા માં આવે છે.
રેડક્રોસ સોસાયટી અને હિમોફિલિયા સોસાયટી ભાવનગર બન્ને મળી ને ભાવનગર ના દર્દીઓની મદદ કરી રહ્યા છે અને તેમને સારવાર માં શક્ય તેટલો સહકાર આપી રહયા છે. હિમોફિલિયા ટ્રીટમેન્ટ સેન્ટર નો રેડક્રોસ સોસાયટી ભાવનગર માં 2022 થી આરંભ કરવા માં આવેલ છે જ્યાં હાલ ત્રણ વર્ષ માં 416 દર્દીઓ ને જરૂરીયાત સમયે ઈમરજન્સી માં 564 વાયલ ફેક્ટર ના માધ્યમ થી કુલ 3,85,650 યુનિટ ફેક્ટર 8 અને ફેક્ટર 9 ના વિનામૂલ્યે આપવા માં આવેલ છે જેનો ભાવનગર અને આસપાસ ના જિલ્લા માંથી પણ દર્દીઓ આવી ને લાભ લઈ રહયા છે. આજ ના દિવસે યોગ્ય સારવાર અને કસરત દ્વારા હિમોફિલિયા ના રોગ ને દૂર કરી શકાય છે અને તેની જાગૃતિ માટે ભાવનગર રેડક્રોસ દ્વારા પત્રિકા વિતરણ અને હિમોફિલિયા અંગે માર્ગદર્શન આપવા માં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top