Friday June 20, 2025

ભાવનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ: બરફના કરા પડ્યા


વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૧
ભાવનગર શહેર અને સમગ્ર ગોહિલવાડ પંથકમાં ગઈકાલથી જ વાતાવરણમાં પલતું આવ્યો હતો અને ગઈકાલે ભારે પવન ફૂંકાયો હતો. દરમિયાન આજે સાંજે ભાવનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને શહેરના માર્ગો ભીંજાઈ ગયા હતા. અને રસ્તા ઉપર પાણી ફરી રહ્યા હતા. બરફના કરા પડતા રાહદારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી. ભર ઉનારે વરસાદ વરસતા લોકોમાં કુતુહલ ફેલાયું હતું. સાંજે શહેરમાં વરસાદી માહોલ ઊભો થયો હતો. છેલ્લા કેટલાય સમયથી કાળઝાર ગરમીથી કંટાળી ગયેલા થયેલા લોકો ર્માં વાતાવરણમાં પલટો આવતા અને વરસાદ આવતા ગરમીથી રાહત અનુભવી હતી. શહેરમાં સાંજે વરસાદ શરૂ થયો ત્યારે લાઇટ પણ ગુલ થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top