Headlines

ભાવનગર ખાતે વિદ્યાર્થીઓએ કરાટેની કઠિન પરીક્ષા સફળતાપૂર્વક આપી

વિપુલ હિરાણી 

ભાવનગર તા.૨૦
ગુજરાતની સહુથી મોટી ઇન્ટરનેશનલ કરાટે સંસ્થા, કરાટે એકેડેમી ઓફ જાપાન ગોજુરિયુ ઈન્ડિયા, ભાવનગર ખાતે વર્ષોથી વિદ્યાર્થીઓને કરાટે જેવી કલા શીખવે છે. આજના અતી ભણતરના સમયમાં જ્યારે બાળકો રમતગમતથી વિમુખ થઈ મોબાઈલની દુનિયામાં રચાપચીયા રહે છે તેવા સમયે વિદ્યાર્થીઓમાં શારીરિક- માનસિક વિકાસ થાય તે હેતુસર ભાવનગરના શિહાન પ્રદીપ પારેખ ઘણા વર્ષોથી કરાટેની પ્રવૃત્તિ કરે છે અને અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓએ તેમની નીચે તાલીમ લીધી છે.
તાજેતરમાં ચીફ ઇન્સ્ટ્રકટર અને 6th ડિગ્રી બ્લેક બેલ્ટ શીહાન પ્રદીપ પારેખ દ્વારા કરાટે પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ, જેમાં 260 જેટલા વિધાર્થી ભાઇઓ-બહેનોએ યલો બેલ્ટ લઈ કઠિન ગણાતી એવી બ્લેક બેલ્ટ સુધીની પરીક્ષા આપી. સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરનાર દરેક વિદ્યાર્થીને ઇન્ટરનેશનલ કરાટે સંસ્થા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે.
આ પરીક્ષાના આયોજન માં સંસ્થાના ભારત ખાતેના ચીફ ઈન્સ્ટ્રક્ટર શિહાન પ્રદીપભાઈ પારેખ તેમજ સંસ્થાના બ્લેક બેલ્ટ ઇન્સ્ટ્રકટરે ભારે જહેમત ઉઠાવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *