વિપુલ હિરાણી દ્વારા
ભાવનગર તા. ૨૩
ભાવનગરના રત્નોએ વિશ્વસ્તરે પોતાની પ્રતિભા સાબિત કરી છે, જેમાં વધુ એક યશસ્વી નામ ઉમેરાયું છે. મૂળ જળોદરના વતની અને હાલ ભાવનગર નિવાસી અમૃતલાલ જશાભાઈ દવે તથા શ્રીમતી સરલાબેન દવેના સુપુત્ર ડૉ. જલ્પેશ દવેએ ભૌતિકશાસ્ત્ર (Physics) વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી ભાવનગરનું ગૌરવ વધાર્યું છે.

ડૉ. જલ્પેશ દવેએ સી.વી.એમ. યુનિવર્સિટી, વલ્લભ વિધાનગર ખાતેથી તેમનું સંશોધન પૂર્ણ કર્યું છે. વિશેષ નોંધનીય બાબત એ છે કે તેઓ હાલમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેઓ ‘સેટેલાઇટ ઓબ્ઝર્વેશન’ (Satellite Observation) ટેકનિકનો ઉપયોગ કરીને ગ્લોબલ લેવલના સ્ટડીઝ પર ઊંડાણપૂર્વક સંશોધન કરી રહ્યા છે.વિજ્ઞાન અને સંશોધન જેવા જટિલ ક્ષેત્રમાં આ સિદ્ધિ મેળવીને તેમણે દવે (રવિયા) કુટુંબ તેમજ સમગ્ર જ્ઞાતિનું નામ રોશન કર્યું છે.

