ભાવનગર
ભાવનગરમાં પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તથા દિવ્ય ભાસ્કર ગ્રુપ ના સૌરાષ્ટ્ર સમાચાર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા કેમ્પ યોજાશે
રેડક્રોસ ના ઉપ પ્રમુખ અને અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા સ્વ.પ્રતાપભાઈ તારાચંદ શાહ ની 101 મી જન્મ તિથિ નિમિતે
તા.20/12/24 ને શુક્રવારે
સવારે 9.30 થી 12 દરમિયાન શ્રી.પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી ચાલતા રેડક્રોસ સાર્વજનિક દવાખાના,
પ્લોટ ન.45, કે.પી.ઈ. એસ કોલેજ રોડ, ભગવતી સર્કલ પાસે, ચિન્મયાનંદ આશ્રમ ની બાજુમાં,કાળિયાબીડ, ભાવનગર ખાતે વિનામૂલ્યે કેમ્પ યોજાશે
આ કેમ્પ માં
-45 વર્ષ થી ઉપર ના ભાઈઓ બહેનો માટે ચશ્મા વિતરણ
- જનરલ હેલ્થ ચેક-અપ કેમ્પ
-બી.પી તેમજ ડાયાબિટીસ તપાસ
-હિમોગ્લોબીન તપાસ - બ્લડ ગ્રુપ.ની તપાસ
-રાહત દરે રૂ.80 માં ટાઈફોડ રસીકરણ
-રાહતદરે રૂ.150 માં થેલેસીમિયા પરીક્ષણ
-આ દિવસ નિમિતે ખાસ સરકારી મ્યુ. શાળા ની દીકરીઓ ની આરોગ્ય તપાસ કેમ્પ નું આયોજન કરવા માં આવશે તેમજ રેડક્રોસ ના દરેક વિભાગ માં પણ હેલ્થ ચેકઅપ કેમ્પ કરવા માં આવશે
-તથા અલંગ ખાતે બાળકો માટે ભોજન પ્રસાદ નું આયોજન કરવા માં આવેલ છે
આ કેમ્પ નો બહોળી સંખ્યા માં લાભ લેવા આયોજક સંસ્થા દ્વારા નિમંત્રણ પાઠવવા માં આવેલ છે
