Saturday June 21, 2025

ભાવનગર પત્રકારત્વ ના શિખર પુરુષ પ્રતાપભાઈ શાહની 101મી જન્મ જયંતી ઉજવાય

ભાવનગર

સ્વ.પ્રતાપભાઈ તારાચંદ શાહ ની 101 મી જન્મ તિથિ નિમિતે ચશ્મા વિતરણ, બોર્ન ડેન્સીટી ટેસ્ટ, બી.પી, ડાયાબિટીસ, હિમોગ્લોબીન, બ્લડ ગૃપિંગ કેમ્પ સહિત ના કેમ્પ માં 200 થી વધુ દર્દીઓ એ લાભ લીધો હતો.

શ્રી પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તથા દિવ્ય ભાસ્કર ગ્રુપ ના સૌરાષ્ટ્ર સમાચાર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા કેમ્પ માં 200 થી વધુ લોકોએ લાભ લીધો હતો.

રેડક્રોસ ના ઉપ પ્રમુખ અને અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા સ્વ.પ્રતાપભાઈ તારાચંદ શાહ ની 101 મી જન્મ તિથિ નિમિતે, શ્રી.પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી ચાલતા રેડક્રોસ સાર્વજનિક દવાખાના, કાળિયાબીડ,ભાવનગર ખાતે વિનામૂલ્યે કેમ્પ યોજવા માં આવ્યો હતો જેમાં કેમ્પ માં 200 થી વધુ લોકો એ લાભ લીધો હતો, ચશ્મા વિતરણ માં 70 થી વધુ દર્દીઓ એ લાભ લીધો હતો,તથા કેમ્પ માં જનરલ હેલ્થ ચેક-અપ કેમ્પ,બી.પી તેમજ ડાયાબિટીસ તપાસ,હિમોગ્લોબીન તપાસ,બ્લડ ગ્રુપ.ની તપાસ ઉપરાંત
આ દિવસ નિમિતે ખાસ સરકારી મ્યુ. શાળા ની વિધાર્થીઓ ની આરોગ્ય તપાસ કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું.તથા અલંગ ખાતે ભુંભલી શાળા ની જુનિયર રેડક્રોસ ના વિધાર્થીઓ અને અલંગ રેડક્રોસ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ના બાળકો માટે ભોજન પ્રસાદ નું આયોજન કરવા માં આવ્યું હતું તથા તેને અલંગ ના વિભાગો ની મુલાકાત કરાવી હતી, બાળકો ના આરોગ્ય તપાસ સાથે આંખ ની તપાસ પણ કરાઈ હતી આ પ્રસંગે સ્વ.પ્રતાપભાઈ શાહ ની તસ્વીર ને પુષ્પાંજલી અને કેમ્પ નું દીપ પ્રગટાવીને શરૂઆત કરવા માં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top