Headlines

ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડએ વિદેશી દારૂ ની ૨૩૦૪ બોટલો  સહિત રૂ. ૧૨,૧૧,૧૩૬ નો મુદ્દામાલ ઝડપી લીધો

વિપુલ હિરાણી દ્વારા 

​ભાવનગર તા.૨૧

ભાવનગર પોલીસે વિદેશી દારૂની કુલ ૨૩૦૪ બોટલો ઝડપી લઇ ​દારૂની કિંમત રૂ ૩,૪૬,૧૩૬, કારની કિંમતરૂ. ૮,૦૦,૦૦૦ સહિત કુલ​રૂ. ૧૨,૧૧,૧૩૬ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય ની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂબંધીના કાયદાના કડક અમલ માટે પેરોલ ફર્લો સ્ક્વોડ સતત કાર્યરત છે. આ અંતર્ગત ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડને બાતમી મળી હતી કે એક KIA ફોર વ્હીલર નંબર: GJ-05-RN-4339 માં વિદેશી દારૂનો મોટો જથ્થો ભાવનગર તરફ આવી રહ્યો છે.આ ​બાતમીના આધારે ભાવનગર-રાજકોટ હાઈવે પર રાજપરા ખોડિયાર મંદિર પાસે વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ કારને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે ગાડી ભગાવી હતી, પરંતુ ટીમે પીછો કરી વરતેજ રેલવે ક્રોસિંગ પાસે કારને આંતરી લીધી હતી.

પોલીસ ની ​તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૨૩૦૪ બોટલો મળી આવી હતી.

​દારૂની કિંમત રૂ ૩,૪૬,૧૩૬, કારની કિંમતરૂ. ૮,૦૦,૦૦૦ સહિત ​રૂ. ૧૨,૧૧,૧૩૬ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

​પોલીસે સ્થળ પરથી બે શખ્સો ની ધરપકડ કરી છે. જેમાં મગનરામ બાબુલાલ ભાદુ (રહે. બાડમેર, રાજસ્થાન),જીતારામ ભોગીરામ પવાર (રહે. બાડમેર, રાજસ્થાન) જ્યારે કિશન મોહનલાલ ખટીક (રહે. બાડમેર, રાજસ્થાન),મનોહર ઉર્ફે મનુ (રહે. સાંચોર) અને ધનશ્યામ ઉર્ફે ધનો સાંખલા (રહે. શિહોરી, જી. બનાસકાંઠા) ને ઝડપી લેવા તજવીજ  હાથ ધરી છે.

​આ કામગીરીમાં પેરોલ ફર્લો સ્ક્વોડના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. તમામ આરોપીઓ વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *