ઓશન બારૈયા, ભાવનગર
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા નવા વર્ષ ના પ્રારંભ માં જરૂરી જનસેવાઓ નું આયોજન કરવા માં આવી રહ્યું છે અલગ અલગ દાતા ઓ અને સંસ્થા ની મદદ થી જરૂરિયાતમંદ લોકો સુધી તેમની પીડા માં રેડક્રોસ સહાય કરી રહ્યું છે જેના ભાગરૂપે ઇનર વ્હિલ કલબ બોમ્બે એરપોર્ટ ટીઆરા જિલ્લા 314 કલબ ના પ્રમુખ કુંતીબેન ગાલા, ભવિકાબેન ભુતા અને પ્રેમભાઈ ભુતા ની ઉપસ્થિતિ માં જરૂરીયાતમંદ વિવિધ રોગો ના દર્દીઓ જેમાં થેલેસીમિયા, હિમોફિલિયા, કેન્સર અને કિડની ના દર્દીઓ 115 થી વધુ જરૂરીયાતમંદ દર્દીઓને ધાબળા નું વિતરણ કરાયું હતું અને હજુ પણ આ સેવા ઓ આપવા માં આવી રહી છે. તેમજ શહેર ના જરૂરીયાતમંદ વિસ્તારો માં પણ ધાબળા નું વિતરણ કરવા માં આવી રહ્યું છે આ ઉપરાંત અલંગ ખાતે મોબાઈલ હેલ્થ યુનિટ ની સેવાઓ સાથે જરૂરીયાતમંદ મજૂર અને તેના પરિવાર ને ધાબળા નું વિતરણ કરવા માં આવ્યું હતું અને હજુ પણ કુલ 700 થી વધુ ધાબળા નું વિતરણ કરવા માં આવી રહયુ છે આ સેવા માં સૌ જોડાનાર દાતા પરિવારો, ઇનર વ્હિલ કલબ મુંબઈ એરપોર્ટ ટીઆરા ના પ્રમુખ કુંતીબેન ગાલા અને સંસ્થાઓ નો રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા આભાર માનવામાં આવ્યો હતો દર્દીઓની રાશન કીટ, દવાઓ અને વિવિધ મેડિકલ કેમ્પ માટે પણ તમામ સહયોગ રેડક્રોસ દ્વારા આપવા માં આવે છે.



