Saturday June 21, 2025

ભાવનગર રેલવે ડિવિઝનના 12 કર્મચારીઓને ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા “ડીઆરએમ સંરક્ષા પુરસ્કાર”થી સન્માનિત કરાયા

ભાવનગર

પશ્ચિમ રેલ્વે ભાવનગર ડીવીઝન ના ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન અપ્રિય ઘટનાઓ ટાળવા માટેની ફરજમાં કર્મચારીઓની સતર્કતા અને યોગદાનની પ્રશંસા કરતા, ભાવનગર ડીવીઝનના 12 કર્મચારીઓને “ડીઆરએમ સંરક્ષા પુરસ્કાર (DRM Safety Award)” થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

ભાવનગર ડિવિઝનના સીનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ પુરસ્કાર પાત્ર કર્મચારીઓને ડિવિઝનલ રેલવે મેનેજર ઑફિસ-ભાવનગર પરા ખાતે 28 જાન્યુઆરી, 2025 (મંગળવાર)ના રોજ વરિષ્ડ મંડલ પરીચાલન પ્રબંધક – સી. આર. ગરૂડ઼ા, સહાયક પરિચાલન પ્રબંધક – દીપક મતાઈ અને રાજેશ ભટ્ટ સ્ટેશન અધીક્ષક/સંરક્ષાની હાજરીમાં ડિવિઝનલ રેલ્વે મેનેજર દ્વારા આપવામાં આવેલ.


એવોર્ડ મેળવનાર કર્મચારીઓ

રાહુલ શર્મા (ઉપ સ્ટેશન અધીક્ષક-લીમ્બડી),

મુકેશ કુમાર (ઉપ સ્ટેશન અધીક્ષક-લાઠીદડ),

સત્યજીત પાંડે (કાંટેવાલા-અલમપર),

રોહિત કુમાર મીણા (પોઇન્ટ્સમેન-બોટાદ),

રવિકાંત તુન્વાલ (કાંટેવાલા-જાળિયા),

બિરેન્દ્ર કુમાર મિશ્ર (કાંટેવાલા-લીમ્બડી),

મોહનલાલ મીણા (કાંટેવાલા-રાજુલા સિટી),

અનુરાગ સિંહ (કાંટેવાલા-રાજુલા સિટી),

મુકેશ ગોરધન (કાંટેવાલા-નિંગાલા),

જયદીપ પંડયા (કાંટેવાલા-ભાવનગર પરા),

રવિકાન્ત તનવલ (પોઈન્ટ્સમેન-જાલિયા)

અક્ષય કુમાર (પોઈન્ટ્સમેન-જાલિયા)


સતર્કતા અને સજગતા સાથે કામ કરીને, ઉપરોક્ત રેલ્વે કર્મચારીઓએ સંભવિત રેલ્વે અકસ્માતોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જેમાં સતત સ્પાર્કિંગ અને હૈંગિંગ પાર્ટને ધ્યાનમાં લેવા જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. “ડીઆરએમ સંરક્ષા પુરસ્કાર” થી સન્માનિત તમામ કર્મચારીઓએ રેલ્વે સંરક્ષામાં કોઈ ખામી જણાતાં તરત જ યોગ્ય પગલાં લઈને અણધારી ઘટનાઓ અને સંભવિત નુકસાનથી રેલવેને બચાવ્યા છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા અને પ્રશંસા કરી હતી તેમજ ભવિષ્યમાં પણ ઉત્કૃષ્ટ કાર્ય કરતા રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top