
હેલ્થ રિપોર્ટર, ભાવનગર
સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર સાથે સંલગ્ન સર. ટી જનરલ હોસ્પિટલ, ભાવનગર ખાતે કાર્યરત બાળ આરોગ્ય વિભાગ ના NICU /SNCU (નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર) ને હોસ્પિટલ ના રાઉન્ડ દરમ્યાન હોસ્પિટલના ઈન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ચિન્મય શાહ દ્વારા, મેટ્રન ઇન્દિરાબેન, નર્સિંગ સ્ટાફ મિતેશભાઈની હાજરીમાં – બાળઆરોગ્ય વિભાગના પ્રાધ્યાપક અને વિભાગીય વડા ડો.મેહુલ ગોસાઈ, Nicu વિભાગ ના ઈન્ચાર્જ- સહપ્રાધ્યાપક ડો. અરવિંદ કૂચા, મદદનીશ પ્રાધ્યાપક ડો. હરદેવસિંહ મોરી, સિનિયર રેસિડેન્ટ ડો.હીનલ ગુજરાતી, મેડિકલ ઓફિસર ડો. સંગીતાબેન કોડિયાતર, Nicu વિભાગના નર્સિંગ વડા સુશીલાબેન રબારી, સ્ટાફ લ્પાબેન જોશીની હાજરીમાં કાયાકલ્પ અંતર્ગત હાથ ધરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં 40થી વધારે બેડ ધરાવતા વોર્ડમાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ ફરજ પરના તમામ સફાઈ ઝરીના બેન, પિંકી બેન, હંસા બેન આ તમામ કર્મચારીઓ નું સમ્માન કરીને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.