
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
IAP(ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિકસ), ભાવનગર ના ફેમિલી ગેટ-ટુ ગેધરનું આયોજન પ્રમુખ (2025),ડૉ. રિદ્ધિશભાઈ લાણીયા (2025) દ્વારા તેઓના ઉમા ફાર્મ, ભાવનગર ખાતે તા : 11/01/2026ના રોજ કરવામાં આવ્યું હતું.
આ ઇવેન્ટનું સફળ આયોજન ડૉ. રિદ્ધિશભાઈ લાણિયા, ડો. મેહુલ ગોંસાઈ, ડૉ. ડિમ્પલબેન શ્રીધરાણી, ડૉ. ચિરાગ ગાબાણી, ડૉ. ભૂષિત ગઢિયા, ડૉ. હરદેવસિંહ મોરી, ડૉ. હિનલ ગુજરાતી, ડૉ. આરાધનાબા ગોહિલ અને IAP ભાવનગર 2025 અને 2026ની ટીમો દ્વારા કરવામાં આવ્યું હતું.
IAP ભાવનગર શાખાના ડોક્ટર મેમ્બર્સના બાળકો અને પરિવારના સભ્યો એ પણ આ ગેટ-ટુગેધરનો સક્રિય ભાગ બની આ પ્રસંગે પોતાનો અમૂલ્ય સમય આપી એક સાચા ફેમિલી બોન્ડિંગનું વાતાવરણ સર્જ્યું હતું.
IAP ભાવનગરના સિનિયર અને નવા જોડાયેલા પીડિયાટ્રિશયન(બાળરોગ નિષ્ણાંત) નો પરિચય સેશન ખાસ કરીને અર્થપૂર્ણ અને સૌ માટે ફાયદાકારક રહ્યો.
આ ખાસ દિવસની એક ગર્વની ક્ષણ IAP ભાવનગરના નવા લોગોનું સફળ અનાવરણ કરવામાં આવ્યું એ રહી, જે ડો. મેહુલ ગોસાઈ, ડૉ. હરદેવસિંહ મોરી, ડૉ. હિનલ ગુજરાતી, ડૉ. આરાધનાબા ગોહિલ અને IAP ભાવનગર ના વ્હોટ્સએપ ગ્રુપના તમામ સભ્યોના ઉત્તમ સહયોગ અને સૂચનથી શક્ય બન્યું હતું.
IAP ભાવનગરના ગેટ ટુ ગેધર પ્રસંગે “મિડ ટર્મ સાયન્ટિફિક કૉન્ફરન્સ 2026”(જૂન 6–7)ની ઔપચારિક જાહેરાતથી તમામ, સૌ સભ્યોના ઉત્સાહ અને વેગમાં વધારો જોવા મળ્યો અને મિડટર્મ કૉન્ફરન્સ માટે મૂલ્યવાન સ્પૉન્સરશિપ સપોર્ટ આપવા બદલ ડૉ. આનંદભાઈ ઘોઘાવાલાનો તેમજ ટીમ ના અન્ય મેમ્બર્સશ્રીઓ નો ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
સાથે સાથે IAP 2025 ટીમની તમામ પ્રવૃત્તિઓની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી, ખાસ કરીને પ્રમુખ શ્રી ડૉ. રિદ્ધિશભાઈ લાણીયાના સક્ષમ નેતૃત્વ હેઠળ વિવિધ વિપરીત પરિસ્થિતિ માં પણ ટીમનું કાર્યક્ષમતાપૂર્વક નેતૃત્વ કરવા બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર.
IAP ટીમમાં ખેલદિલી અને સંકલનક્ષમતા વધે એ માટે વિશેષ ગેમ્સ સેશનનું આયોજન મહેશભાઈ પરમાર અને ટીમ દ્વારા કરવામાં આવેલું અને આ પ્રોગ્રામનું સફળ સંચાલન ડૉ. ડિમ્પલબેન શ્રીધરાણી દ્વારા ઉત્તમ રીતે કરવામાં આવ્યું.
નવનિયુક્ત IAP પ્રમુખ ડો. મેહુલ ગોસાઈ દ્વારા IAP ભાવનગરમાં વિમેન્સ વિંગની સ્થાપનાની જાહેરાતથી IAPની મુખ્ય ટીમમાં નવીનતાની નવી પાંખો ઉમેરાશે.
આ ગેટ-ટુ ગેધરમાં ઉપસ્થિત રહી ઇવેન્ટને વધુ યાદગાર બનાવવા બદલ સર ટી હોસ્પિટલ ના પીડિયાટ્રિક્સ વિભાગની સમગ્ર ટીમનો પણ ખાસ આભાર.
શિયાળની ઠંડકમાં ગરમ કેમ્પફાયર ના આહ્લાદક વાતાવરણ સાથે સ્વાદિષ્ટ ડિનરનો આનંદ માણી આ સફળ સાંજ પૂરી થઈ.
આ પ્રસંગે ડો. મેહુલ ગોસાઈને “નેશનલ અવોર્ડ ઑફ ધ બેસ્ટ મેડિકલ ટીચર” માટે સન્માનિત કરવામા આવ્યા અને પ્રેસિડેન્ટ IAP ભાવનગર 2026 ની જવાબદારી પણ સોંપવામા આવેલ જેઓની ટીમમાં…
ટીમ IAP ભાવનગર ટીમ – 2026,
ડૉ. મેહુલ એમ. ગોસાઈ_ (પ્રેસિડેન્ટ)
ડૉ. હરદેવસિંહ મોરી (વિપ્રેસિડેન્ટ)
ડૉ. હિનલ ગુજરાતી (સેક્રેટરી)
ડૉ. આરાધનાબા ગોહિલ (જોઇન્ટ સેક્રેટરી) ડૉ. આનંદ ઘોઘાવાલા (ટ્રેઝરર)
ડૉ. કેવલ શેઠ (મીડિયા અને કોમ્યુનિકેશન મેનેજર)
સામેલ કરવામાં આવ્યા હતા.
