Saturday June 21, 2025

મંડેર-કડછ માર્ગે જુગાર રમતો એક શખ્સ ઝડપાયો

તે કોની સાથે વરલી મટકાનો જુગાર રમતી રહ્યો હતો તેની પોલીસને તલાશ?

પોરબંદર પોલીસે તા.૧૧/૧૨/૨૦૨૪ ના કલાક ૧૮/૪૦ મંડેર ગામથી કડછ જતા રસ્તા પર પુલીયા પાસે જાહેરમાં વરલી મટકા રમતા શાંતિ બાલસ નામના એક શખ્સને ઝડપી લીધો હતો. તે કોની સાથે વરલી મટકા રમી રહ્યો હતો તે હજુ ભોળી પોલીસને ખબર પડી નથી.

પોલીસ સુત્રો અનુસાર આ મામલે પોરબંદર એલસીબી કોસ્ટેબલ અજય ચૌહાણે શાંતિ રાણા બાલસ (ઉ.વ.૪૫ રહે.મંડેર ગામ બાલસ ફળીયું તા.જી.પોરબંદર) સામે સરકાર તરફે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર આરોપીએ વરલી મટકાના આંકડાઓ ઉપર બેટીંગ લઇ જુગાર રમી રમાડતા વરલી મટકાનાં આંકડાઓ લખેલ ચીઠ્ઠી નંગ-૧ કી.રૂ.૦૦/૦૦ તથા બોલપેન નંગ-૦૧ કિ.રૂ.૦૦/૦૦ તથા રોકડા રૂા.૧૦,૭૭૦/- ના મુદામાલ સાથે જાહેરમાંથી મળી આવી પકડાઇ ગયો હતો. આ અંગે માધવપુર પોલીસમાં જુગાર ધારા કલમ 12 અ મુજબ ગુનો દાખલ થતાં પી.એસ.આઇ.આરજી ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top