વિપુલ હિરાણી
ભાવનગર તા.૧૯
દિલ્હીમાં પાલમ વિસ્તારમાં આવેલા મલ્ટી સ્ટોરી રહેણાંકના બિલ્ડિંગમાં આગ લાગી હતી અને જોતજોતામાં ત્રણ બાળકો સહિત ૯ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં અકાળે અવસાન પામેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૩૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે દિલ્હી સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવશે.
આગની બીજી ઘટનામાં મધ્યપ્રદેશના ઈંદોરમાં એક મકાનમાં આગ લાગતાં ૫ લોકોનાં દુઃખદ મોત થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં પણ રુપિયા ૧૫,૦૦૦ લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે જે શ્રી રુપેશ વ્યાસ દ્વારા પહોંચાડવામાં આવશે. સૌના નિર્વાણ માટે પૂ બાપુએ પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં પણ વિવિધ સ્થળોએ અકસ્માતમાં અનેક લોકોના મોત નિપજયા હતા ત્યારે તેમનાં પરિવારજનોને પણ પૂજ્ય મોરારીબાપુએ સહાયતા રાશિ અર્પણ કરી છે.
