
પોરબંદર નો કેતન ખુંટી નામનો શખ્સ પોતાના મકાનમાં બહારથી માણસોને બોલાવીને પોતાના ફાયદા માટે જુગાર રમાડતો હતો
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદર એલસીબી પોલીસે એક પૂર્વ બાતમીના આધાર પર રાણા કંડોરણા સીમમાં એક મકાનમાં રેડ કરી પાંચ શખ્સોને રૂ 1.28 લાખ સાથે જુગાર રમતા ઝડપી લીધા છે. કેતન ખુંટી નામનો એક પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને જુગાર રમાડી રહ્યો હતો.
પોરબંદર એલ.સી.બી. પીઆઇ આર કે કાંબરીયા તથા એલ.સી.બી સ્ટાફના માણસો રાણાવાવ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અગાઉથી એચસી હીમાંશુભાઇ મક્કા તથા પીસી નટવરભાઇ ઓડેદરા તથા પીસી વીરેન્દ્રસિંહ પરમાર ને હકીકત મળેલ કે, પોરબંદર જીઆઈડીસી રેસિડેન્ટમાં રહેતા કેતન પુંજાભાઇ ખુંટીએ રાણા-કંડોરણા વાડોતરા રોડ રાણા કંડોરણા ગામની ગુંદાવળી સીમમાં આવેલ પોતાના કબજા હવાલાવાળી વાડીના મકાનમાં બહારથી માણસોને બોલાવી પોતાના અંગત ફાયદા સારુ જુગાર રમાડે છે એ અને આજરોજ હકીકતવાળી જગ્યાએ વેરીફાઇ કરતા જુગાર ચાલુ હોય જેથી હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર સમતા કુલ-૫ ઇસમોને ગંજીપતાના પાના નંગ-પર તથા રોકડા રૂ. ૧,૨૮,૧૦૦/- તથા પાથરણું-૧ કિ.રૂ. ૦૦/૦૦ મળી કુલ રૂ. ૧,૨૮,૧૦૦/- ના મુદામાલ સાથે પાંચેય ઇસમોને પકડી પાડી જુગારનો ગણાપાત્ર કેસ શોધી કાઢેલ છે અને રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.આ કામગીરીમાં એલ.સી.બી. પીઆઇ આર કે કાંબરીયા તથા એ.સ.આઈ. રાજેન્દ્રભાઇ જોશી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા તથા એચ.સી. ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા તથા ડ્ર. એચ.સી. નાથીબેન કુછડીયા તથા પીસી નટવરભાઇ ઓડેદરા, વીરેન્દ્રસિંહ પરમાર, અજયભાઇ ચૌહાણ તથા ડ્ર. એચ.સી. ગોવિંદભાઇ માળીયા વિગેરે રોકાયેલ હતા.
પકડાયેલ આરોપીઓ
(૧) કેતન પુંજાભાઇ ખુંટી ઉ.વ.૩૪ રહે જી આઈ ડી સી રેસિડેન્ટ ગીતાનગરના ગેઇટની સામે પોરબંદર.
(૨) લીલા ભાયાભાઇ પરમાર ઉ.વ.૩૮ રહે. જયુબેલી-ખાપટ રોડ કેલાશ બંગલા નજીક સાત માળીયા પાસે પોરબંદર.
(૩) ધીરુ ગીગાભાઇ ઓડેદરા ઉ.વ.૫૨ રહે ફટાણા ગામની ખારસીયા સીમ વાડીએ તા. જી. પોરબંદર.
(૪) તોગા લીલાભાઇ સુંડાવદરા ઉ.વ.૪૫ રહે. દેગામ ગામ નાગાજણના પાટીયા પાસે બાંધા સીમ વાડીએ તા. જી. પોરબંદર.
(૫) પ્રકાશ ધનજીભાઇ રાઠોડ ઉ.વ.૩૯ રહે. ખાપટ મેરિડીયન સીને માવાળા રસ્તે તા. જી. પોરબંદર.