રૂ. 5 લાખના ખર્ચે સ્ટ્રીટ લાઇટોથી ઝળહળતું થશે નવા રતનપર ગામ : વિકાસના એક પછી એક, અનેક કામો કરવા સરપંચ ગૌતમ બારૈયા કટિબદ્ધ

ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપર
ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં નવા સરપંચ ગૌતમ બારૈયા એક પછી એક અનેક વિકાસના કામો કરવા માટે કટિબદ્ધ થયા છે ત્યારે આગામી થોડા જ દિવસોમાં નવારતનપર ગામની શેરીઓ આધુનિક અને અત્યાર સુધી ગામમાં જોવામાં ન આવી હોય તેવી સ્ટ્રીટ લાઈટથી ઝળહળતી થશે.
પંચાયત સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર નવારતનપર ગ્રામ પંચાયત દ્વારા સરપંચ ગૌતમ બારૈયા અને તલાટી મંત્રી દલસુખ જાની દ્વારા વિકાસના અનેક કામો એક પછી એક હાથ ધરાઈ રહ્યા છે ત્યારે અગાઉના સરપંચ જગદીશ બારૈયાના સમયમાં જેની પ્રપોઝલ મૂકવામાં આવી હતી અને જે પ્રપોઝલ નવારતનપરના તાલુકા પંચાયત સદસ્ય દ્વારા પણ રેકમેન્ડ કરવામાં આવી હતી તે સ્ટ્રીટ લાઇટના પ્લાનનું અમલીકરણ આગામી થોડા જ દિવસમાં થશે અને નવારતનપરની શેરીઓ સ્ટ્રીટ લાઇટથી ઝળહળાટ સાથે નવું રૂપ ધારણ કરશે.
પંચાયત સૂત્રોએ વધુમાં જણાવ્યું કે આ આયોજન હવે માત્ર થોડા જ દિવસોમાં મૂર્તિમંત થશે. આ કાર્ય માટે જે પાંચ લાખનું બજેટ છે તેમાંથી તાજેતરમાં જ ₹ 4 લાખ pgvclને એડવાન્સ ચૂકવી દેવામાં આવ્યા છે અને પીજીવીસીએલ દ્વારા થોડા જ દિવસોમાં ગામમાં સ્ટ્રીટ લાઇટ માટેનું સ્પેશિયલ વાયરીંગ કરવામાં આવશે નિયત પ્લાન અનુસાર ટૂંક સમયમાં જ આ કાર્યવાહી થશે. અને ત્યારબાદ તે માટેના બજેટના મળેલા અને વધતા 1 લાખ રૂપિયામાંથી સ્ટ્રીટ લાઈટો પંચાયત દ્વારા ખરીદવામાં આવશે અને બધું જ સૂત્રો પાર ઉતરે તો ફેબ્રુઆરી મહિનો નવા રતનપર ગામ માટે લઈને આવશે તેમ માની શકાય છે.

ઉલ્લેખનીય છે કે pgvcl દ્વારા સમગ્ર ગામમાં તેનું સ્પેશિયલ વાયરીંગ કરાયા બાદ નવા રતનપર ગ્રામ પંચાયતને તેનું મીટર પણ ફાળવશે અને આ સુવિધા માટે નવા રતનપર ગ્રામ પંચાયત તેના પૈસા પણ પીજીવીસીએલને ચૂકવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *