લવરડા પ્રાથમિક શાળાના બાળકોની ખેલ મહાકુંભની રમતોમાં સફળતા

હરેશ જોષી, ટાણા

સિહોર તાલુકાની ટાણા
કેન્દ્રવર્તી શાળાની પેટા શાળા લવરડા પ્રાથમિક શાળાએ કેન્દ્રવર્તી શાળા કક્ષાએ ખેલ મહાકુંભ રમતોત્સવમાં ભાગ લીધો હતો. શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ચેસની રમતમાં ભાઈઓ તથા બહેનોના વિભાગમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. સાથે સાથે દિવ્યાંગ બહેનોના વિભાગમાં પણ 30મી. દોડમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. તેમજ રાસ્સા ખેંચ બહેનોના વિભાગમાં પણ ટીમ પ્રથમ ક્રમે વિજેતા થતા તાલુકા કક્ષાએ ભાગ લેવા માટે જશે.

 વિજેતા થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તથા  એસએમસી સભ્યો તેમજ ગ્રામજનોએ   શુભેચ્છાઓ પાઠવી હતી. આગામી દિવસોમાં બાળકો તાલુકા કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવા જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *