લવરડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની વોલીબોલ સ્પર્ધામાં સિદ્ધિ

હરેશ જોષી, ટાણા

ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત શિહોર તાલુકાની ટાણા કેન્દ્રવતી શાળાની પેટા શાળા શ્રી લવરડા પ્રાથમિક શાળાના બાળકોએ વોલીબોલ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ બહેનોના વિભાગમાં વિજેતા થઈ આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ ભાગ લેશે. તેમજ ભાઈઓના વિભાગમાં પણ રનર્સ આપ બનતા અંડર 14 વિભાગમાં ભાઈઓ પણ જિલ્લા કક્ષાએ ભાગ લેશે.

 વિજેતા થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તથા  એસએમસી સભ્યો તેમજ ગ્રામજનોએ   શુભેચ્છાઓ પાઠવી હતી.આગામી દિવસોમાં ખેલાડી વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવા જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *