Saturday June 21, 2025

વરવાળાના બાળકોએ તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૧-૨૦૨૫

     દ્વારકામાં શ્રી જગદગુરુ શંકરાચાર્ય શ્રી શારદાપીઠ વિદ્યાસભા સંચાલિત શ્રી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા વરવાળાના બાળકોએ તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
       રાજ્ય સરકારના ખેલ મહાકુંભ કાર્યક્રમ અંતર્ગત જુદી જુદી એથલેટિક રમત હાલ તાલુકા કક્ષાએ રમાઈ રહી છે. જેમાં શ્રી શારદાપીઠ વિદ્યાસભા દ્વારકા સંચાલિત વરવાળા ગામે આવેલી શ્રી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાએ રમાઈ રહેલી જૂદી જૂદી રમતોમાં સુંદર પ્રદર્શન કર્યું હતું. જેમાં U 14 રમત માં તનિષા દેવુભા જામએ ઉંચી કૂદમાં પ્રથમ નંબર, રૂદ્ર જીતુભાઈ અસ્વારએ ગોળા ફેંકમાં દ્વિતીય ક્રમ, અને 200 મીટર દોડમાં તૃતીય ક્રમ, આકાશ માલદે કાગડિયાએ ચક્ર ફેંકમાં તૃતીય, રામભા નંઢાભા માણેકએ 400 મીટર દોડ તૃતીય, અમૃતા હરીસંગભા જામએ 100 મીટર દોડ તૃતીય, યોગાસન વિભાગમાં માણેક પ્રતીક હઠીયભા તૃતીય ક્રમે વિજેતા જાહેર થયા હતા.
U 9 રમતમાં માણેક ખુશી અનિલભા સ્ટેન્ડિંગ બ્રોડ જંપમાં સમગ્ર તાલુકામાં દ્વિતીય સ્થાન સાથે પસંદ થયેલા છે. આ તમામ રમતોમાં સુંદર દેખાવ કરવા બદલ શારદાપીઠ વિદ્યાસભાના પૂજ્ય સ્વામીજી તથા શાળાના આચાર્ય કિરીટકુમાર કયાડા અને સ્ટાફ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top