Headlines

વલસાડ, કોડીનાર અને મહેસાણામાં અકસ્માતમાં મૃત્યુ પામેલાઓના પરિવાર પ્રત્યે હાર્દિક-આર્થિક સંવેદના વ્યક્ત કરતા મોરારિબાપુ

હરેશ જોષી, મહુવા

     વલસાડ નજીક કપરાડા તાલુકાના કુંભઘાટ પર એક કરુણ અકસ્માત સર્જાયો હતો જેમાં ૭ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને તે ઘટનામાં મળતી માહિતી મુજબ ૭ લોકોનાં મોત થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૦૫૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે નવસારી સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવશે. 
     અકસ્માતની બીજી ઘટના મહેસાણા જિલ્લાના ઉંઝા હાઈવે પર બની છે જેમાં રાજસ્થાનનો પરિવાર વિંખાઈ ગયો હતો જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત નિપજયા છે. તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી પૂજ્ય મોરારીબાપુએ રુપિયા ૧૫,૦૦૦ લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે. 
     ત્રીજી ઘટનામાં કોડીનાર પંથકમાં આદપોકર ગામે કૂંડમાં ડૂબી જતાં માતા અને તેમના બે સંતાનોનાં મોત નિપજયા છે. તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી પૂજ્ય મોરારીબાપુએ રુપિયા ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. તમામ મૃતકોના નિર્વાણ માટે પૂ બાપુએ પ્રાર્થના કરી છે. તેમ જયદેવ માંકડની યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *