
પોરબંદર
પોરબંદરમાં તા. ૩/૨/૨૦૨૫ના રોજ ૧૪:૦૦થી ૧૫:૦૦ દરમિયાન અરજદાર નીશાબેન અને ફેમીલી સાથે જુની છાયા નગર પાલીકા પાસેથી એક ઓટો રીક્ષામાં નવા કુંભારવાડા જવા માટે બેસેલ તે દરમ્યાન એક થેલી રીક્ષાના પાછળના ભાગે રાખેલ અને તેમાં રહેલ શેરવાની તથા અન્ય લગ્નના કપડા મળી આશરે કિ.રૂ.૧૨,૦૦૦/- નો સામાન રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય જે શોધવા માટે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે અરજદાર રૂબરૂ આવી નેત્રમ ઇન્ચાર્જ ને જાણ કરતા નેત્રમ ઇન્ચાર્જ દ્વારા નેત્રમ સ્ટાફને આ રીક્ષા શોધવા માટે સુચના આપતા નેત્રમ સ્ટાફ દ્વારા રીક્ષા જે રૂટ ઉપરથી પસાર થયેલ જેમાં રાધે ક્રિષ્ના હોલ, છાયા ચોકી ચાર રસ્તા, જુના ફુવારા વગેરે વિશ્વાસ પ્રોજેક્ટના સીસીટીવી ચેક કરતા એક ઓટોરીક્ષા પસાર થતા જોવા મળે છે. જે અરજદાર અને તેમનુ ફેમીલી રીક્ષામાં બેઠેલ છે તેવુ જણાવતા તે રીક્ષા ઓળખી બતાવતા હોય જે રીક્ષાના રજી. નં. GJ09AV2795 હોય જે વાહન ચાલકનો સંપર્ક કરતા તેમની પાસે અરજદારની જણાવ્યા મુજબની એક થેલી જેમાં લગ્નના કપડા છે જે થેલી મારી રીક્ષામાંથી મળી આવેલ તેવુ જણાવેલ જેથી રીક્ષા ચાલક તેમજ અરજદારને નેત્રમ ખાતે રૂબરૂ બોલાવી અરજદાર પાસે થેલી ચેક કરાવડાવી રીક્ષા ચાલકના હસ્તે અરજદારને પરત કરેલ જે બાબતે અરજદાર દ્વારા નેત્રમ તેમજ રીક્ષા ચાલક વાલાભાઇ હરદાસભાઇ નો આભાર વ્યક્ત કર્યો હતો.