વિપુલ હિરાણી દ્વારા
ભાવનગર તા.19
કન્યા વિધ્યાલય, પાલીતાણા દ્રારા એનએનએસ યુનિટ દ્રારા શેત્રુંજી ડેમ ખાતે આયોજીત શિબિરમાં તા. ૧૩ ફેબ્રુઆરીનાં રોજ માતૃભાષાની મીઠાશ, મહત્વ અને જરુરિયાત અને સાથે સાથે સર્પ વિષયક માહિતી ધર્મ અને વિજ્ઞાનને સાથે સાંકળીને શિક્ષિકા અને સર્પ મિત્ર રૂપાલી ચૌહાણે હાઈસ્કૂલની શિબિરાર્થી બહેનોને પોતાનાં વક્તવ્ય દ્રારા પૂરી પાડેલ. હાઈસ્કૂલની વિધ્યાર્થિનીઓએ પૂરક માહિતી મેળવવા પ્રશ્નોત્તરી કરેલ જેનો રૂપાલી ચૌહાણે સંતોષકારક જવાબ આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવેલ જેમાં શિક્ષિકા બિંદિયાબેન ગોસ્વામીએ સહકાર આપેલ. લાઈબ્રેરીયન છાયાબહેન અને કિર્તીબેન ધૂરકાએ વિશેષ જહેમત ઉઠાવેલ.
