સુરજકરાડીનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો

જામ ખંભાળિયા

         ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા ધવલ અશોકભાઈ અરીલા નામના 25 વર્ષના શખ્સ દ્વારા તેના કબજા હેઠળના ખંઢેર મકાનમાં વેચાણ અર્થે લઈને છુપાવી રાખવામાં આવેલા રૂપિયા 75,795 ની કિંમતના 111 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે તેને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.

         દારૂનો આ જથ્થો તેણે રણજીત ઉર્ફે રણીયો મેર નામના શખ્સ પાસેથી લીધો હોવાનું ખુલતા પોલીસે આ અંગે ધવલ અરીલાની અટકાયત કરી, રણજીત રણીયો મેરની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *