Friday June 20, 2025

હંગામી ધોરણે ઉધના સ્ટેશન પર સ્થાનાંતરિત ભાવનગર ડિવિઝનની મોટાભાગની ટ્રેનો હવે સુરત સ્ટેશનથી ફરી શરૂ થશે

શંભુ સિંહ, ભાવનગર

પશ્ચિમ રેલવેના સુરત સ્ટેશનનું સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. સુરત સ્ટેશન રિડેવલપમેન્ટ હેઠળ, પ્લેટફોર્મ નંબર 2 અને 3 (ફેજ-2) પર કોન્કોર્સનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. એટલે, ભાવનગર ડિવિઝનની મોટાભાગની ટ્રેનો જે અસ્થાયી રૂપે વૈકલ્પિક સ્ટેશન ઉધના પર ખસેડવામાં આવી હતી તે 1 એપ્રિલ, 2025 થી સુરત સ્ટેશનથી ફરી શરૂ થશે. હવે આ ટ્રેનો ઉધના સ્ટેશનને બદલે સુરત સ્ટેશનથી દોડશે. ભાવનગર મંડળના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:
સુરત સ્ટેશન પર ઉભી રહેવા વાળી ટ્રેનો

  1. 03.04.2025 (ગુરુવાર) થી, ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા સ્પેશિયલ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે.
  2. 06.04.2025 (રવિવાર) થી, ટ્રેન નંબર 22964 ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે.
  3. 31.03.2025 (સોમવાર) થી, ટ્રેન નંબર 12972 ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે.
  4. 02.04.2025 (બુધવાર) થી, ટ્રેન નંબર 22936 પાલીતાણા-બાંદ્રા સુપરફાસ્ટ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે.
  5. 03.04.2025 (ગુરુવાર) થી, ટ્રેન નંબર 22990 મહુવા-બાંદ્રા સુપરફાસ્ટ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે.
  6. 04.04.2025 (શુક્રવાર) થી, ટ્રેન નંબર 19204 વેરાવળ-બાંદ્રા સાપ્તાહિક એક્સપ્રેસ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે.
  7. 31.03.2025 (સોમવાર) થી, ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે.
  8. 03.04.2025 (ગુરુવાર) થી, ટ્રેન નંબર 16333 વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે.
  9. 01.04.2025 (મંગળવાર) થી, ટ્રેન નંબર 19260 ભાવનગર-કોચુવેલી એક્સપ્રેસ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે.
  10. 04.04.2025 (શુક્રવાર) થી, ટ્રેન નંબર 09207 બાંદ્રા-ભાવનગર સ્પેશિયલ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે.
  11. 01.04.2025 (મંગળવાર) થી, ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે.
  12. 06.04.2025 (રવિવાર) થી, ટ્રેન નંબર 20909 કોચુવેલી-પોરબંદર સુપરફાસ્ટ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે.
  13. 01.04.2025 (મંગળવાર) થી, ટ્રેન નંબર 22935 બાંદ્રા-પાલિતાણા સુપરફાસ્ટ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે.
  14. 07.04.2025 (સોમવાર) થી, ટ્રેન નંબર 22963 બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે.
  15. 02.04.2025 (બુધવાર) થી, ટ્રેન નંબર 22989 બાંદ્રા-મહુવા સુપરફાસ્ટ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે.
  16. 01.04.2025 (મંગળવાર) થી, ટ્રેન નંબર 12971 બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ હવે સુરત સ્ટેશન પર ઉભી રહેશે.
    ઉધના સ્ટેશન પર ઉભી રહેવા વાળી ટ્રેનો
  17. ટ્રેન નંબર 12905 પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ આગળ પણ સુરતને બદલે ઉધના સ્ટેશને
    રોકાતી રહેશે.
  18. ટ્રેન નંબર 12949 પોરબંદર-સાંતરાગાછી કવિગુરુ એક્સપ્રેસ આગળ પણ સુરતને બદલે ઉધના
    સ્ટેશન પર રોકાતી રહેશે.
  19. ટ્રેન નંબર 12906 શાલીમાર-પોરબંદર સુપરફાસ્ટ આગળ પણ સુરતને બદલે ઉધના સ્ટેશન
    પર રોકાતી રહેશે.
  20. ટ્રેન નંબર 12950 સાંત્રાગાછી-પોરબંદર સુપરફાસ્ટ આગળ પણ સુરતને બદલે ઉધના સ્ટેશન
    પર રોકાતી રહેશે.

આ ટ્રેનોની વિગતો પશ્ચિમ રેલવેની સત્તાવાર વેબસાઇટ wr.indianrailways.gov.in પર પણ અપલોડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top