Headlines

હરીપર ગામનો દિવ્યરાજસિંહ જાડેજા હાથ બનાવટની પિસ્તોલ અને તમંચા સાથે ઝડપાયો

– એસ.ઓ.જી. પોલીસે શિકાર કરવા નીકળેલા શખ્સને દબોચી લીધો –

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૧-૨૦૨૬

       દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ જિલ્લા એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ ગતરાત્રે એસ.ઓ.જી.ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. સજુભા જાડેજા, અરજણભાઈ ચંદ્રવાડીયા અને હરદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના હરીપર ગામે રહેતા દિવ્યરાજસિંહ જીલુભા જાડેજા નામના 25 વર્ષના શખ્સને સરકારી જમીનમાં બાવળોની કાંટાળી ઝાળીઓમાં શિકાર કરવાના હેતુથી નીકળતા પોલીસે ઝડપી લઈ, ચેકીંગ કરતા તેના કબજામાંથી રૂ. 25,000 ની કિંમતની દેશી હાથ બનાવટની પિસ્તોલ તેમજ રૂ. 15,000 ની કિંમતનો દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો.

       આથી પોલીસે કુલ રૂ. 40,000 ના મુદ્દામાલ સાથે હરીપર ગામના દિવ્યરાજસિંહ જીલુભા જાડેજાની અટકાયત કરી, તેની સામે કલ્યાણપુર પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *