૨૩ વર્ષથી ચીટીંગના ગુન્હામાં ફરાર આરોપીને શોધી કાઢતી પોરબંદર પોલીસ

પોરબંદર
પેરોલ ફર્લો સ્કોડ પોરબંદરના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઇ. જે.આર.કટારા તથા હેડ કોન્સ્ટેબલ હરેશ સિસોદીયા તથા વજશી વરૂની સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે કિર્તીમંદીર પોલીસના ૨૦૦૧ના આઇ.પી.સી. ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબના ગુનાના કામે ગેઝેટ પ્રસીધ્ધ નાસતો ફરતો આરોપી રાજુ ડાયાભાઇ સોલંકી (રહે. જુના વાડજ, અમદાવાદ) તેની સાસુ લક્ષ્મી બેનના જુના વાડજ, અમદાવાદ ખાતેના ઘરે આવનાર છે. જે હકીકત આધારે અમદાવાદ જઇ તપાસ કરતા સદરહુ આરોપી મળી આવેલ જેને ગુન્હાની કબુલાત આપતા આગળની તપાસ થવા સારૂ કિર્તીમંદીર પોલીસને સોપી આપવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *