Headlines

ઓખાના ભરણપોષણ કેસમાં નાસતા ફરતા આરોપી અશરફ ઉર્ફે ગજની ઈબ્રાહીમ કુરેશીને દબોચી લેવાયો

જામ ખંભાળિયા, તા. ૨૫-૧૨-૨૦૨૫

      ઓખા વિસ્તારમાં રહેતા અશરફ ઉર્ફે ગજની ઈબ્રાહીમ કુરેશી સામે ઓખાની ફેમીલી કોર્ટમાં નોંધવામાં આવેલી ભરણપોષણની ફરિયાદને અનુલક્ષીને અદાલત દ્વારા તેને સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે નાસતા ફરતા ઉપરોક્ત શખ્સને સ્થાનિક પી.એસ.આઈ. આર.આર. ઝરૂના માર્ગદર્શન હેઠળ ઓખા મરીન પોલીસ સ્ટાફ દ્વારા કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લઇ, કાયદેસરની કાર્યવાહી બાદ ઓખાની કોર્ટમાં રજૂ કરતા નામદાર અદાલતે આરોપીને જેલ હવાલે કરવા માટેનો હુકમ કર્યો હતો. 

____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *