ઓખા પોર્ટ વિસ્તારમાં રોડનું સમારકામ હાથ ધરાયું
જામ ખંભાળિયા, તા. ૧૪-૦૨-૨૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના રસ્તાઓની મરામત કરી રોડ નેટવર્ક દુરસ્ત કરવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે. જે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાગેશ્વર- ગોપી તળાવ- ઓખા પોર્ટ રોડને જોડતા ભાગનું રિસરફેસીંગ કરવામાં આવી રહ્યું છે. આ સમારકામથી ધ્રાસણવેલ, દ્વારકા નાગેશ્વર, ઓખાના વિસ્તારના નાગરિકોની સુગમતામાં વધારો થશે.

*(ફોટો: કુંજન રાડિયા)*
