Saturday June 21, 2025

3300 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયેલા પાંચ આરોપી પાંચ દિવસના રિમાન્ડ પર

ગુજરાત અને ભારતના ઇતિહાસ માં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે ત્યારે સ્થાનિક સ્તરે કોણ સંડોવાયેલું છે તે બાબત પર તપાસ કેન્દ્રીત


પોરબંદર
પોરબંદર નજીક અરબી સમુદ્રમાંથી પકડાયેલા 3271 કિલો ડ્રગ્સ નો મામલો હવે તપાસની એરણે ચડશે. એન.સી.બી.એ પાંચ આરોપીઓને 7 દિવસના રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. તેરે લઈને પોરબંદરની કોર્ટ 5 દિવસ ના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હવે એનસીબી દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે. સ્થાનિક કક્ષાએ કોની સંડોવણી તે અંગે વિગતો બહાર આવે તેવી શકયતા જોવામાં આવી રહી છે આગામી દિવસોમાં આ મુદ્દા માલ ક્યાંથી આવી રહ્યો હતો અને ક્યાં જવાનું હતો તેમ જ આ સમગ્ર પ્રકરણમાં ગુજરાતમાં અને ભારતમાં કોણ કોણ સંડોવાયેલું છે તેના નામો બહાર આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. પોતાની તપાસ દરમિયાન એનસીબી આ બાબત પર ફોકસ કરશે.

આ ઉપરાંત આજે સાંજે કોર્ટના જજ પોલીસ સ્ટેશનમાં કોર્ટ ઇન્વેન્ટરી કરશે. સમગ્ર પ્રકરણમાં કોર્ટ પોતાની રીતે પણ તપાસ પર નજર કરશે. ઉલ્લેખની એ છે કે ગીર સોમનાથના વેરાવળ ખાતે તાજેતરમાં જ 350 કિલોનો જથ્થો ઝડપાયા બાદ ગુજરાતની સુરક્ષા એજન્સીઓ આ પ્રકારની પ્રવૃત્તિ ઉપર નજર રાખી રહી હતી ત્યારે જ ગુજરાત અને ભારતના ઇતિહાસમાં સૌથી મોટો જથ્થો ઝડપાયો છે. આ બાબતમાં પાકિસ્તાન અને ઈરાન બંને પરત્વે શંકાની સોઈ છે ત્યારે મહત્વની બાબત એ બની રહે છે કે આ પ્રકરણમાં સ્થાનિક સ્થળે કોણ સંડોવાયેલું છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top