– ભાગ લેવા ઇચ્છુકોએ 26 માર્ચ સુધીમાં અરજી કરવી –
જામ ખંભાળિયા, તા. ૨૬-૦૩-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કચેરી દ્વારા સંચાલિત ચાલુ વર્ષ દરમ્યાન યુથ પાર્લામેન્ટ સ્પર્ધાનું આયોજન થનાર છે. યુથ પાર્લામેન્ટ સ્પર્ધા તા. 27 માર્ચના રોજ જામ કલ્યાણપુરની ગવર્નમેન્ટ આર્ટસ કોલેજ ખાતે સવારે શાળા નવ વાગ્યે યોજાશે. આ સ્પર્ધામાં 15 થી 29 વયના યુવક યુવતીઓ ભાગ લઈ શકશે તેમજ ભાગ લેનાર સ્પર્ધકે 5 મિનિટ સુધી ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ભાષામાં “વક્તવ્ય” આપવાનું રહેશે.
આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા સ્પર્ધકને રૂ. 21 હજાર, દ્વિતીય વિજેતાને રૂ. 15 હજાર, તૃતીય વિજેતા સ્પર્ધકને રૂ. 10 હજાર તથા અન્ય ચાર થી દસ ક્રમે વિજેતા સ્પર્ધકને રૂ. પાંચ હજાર રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જેમાં ઉંમર તા. 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ ધ્યાને લેવાશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ અરજી ફોર્મ સાથે આધારકાર્ડની નકલ, પાસબુકની નકલ જોડીને યુવા અને સાંકૃતિક પ્રવૃતિઓની કચેરી, રૂમ નં. C – 1/2 અને C – 1/4, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, લાલપુર ધરમપુર બાયપાસ રોડ, ખંભાળિયા ખાતે અથવા દેવભૂમિ દ્વારકાના જિલ્લા યુવા વિકાસ અધિકારી પી.એ. હાથલિયાના વોટ્સએપ નં. 9924226851 પર તા. 26 માર્ચના સાંજે 6 વાગ્યા સુધીમાં અરજી ફોર્મ મોકલી આપવાના રહેશે તેમ અહીંની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ કચેરીની યાદીમાં જણાવાયું છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)