Thursday August 07, 2025

ભાવનર યુનિવર્સીટીના ૪૪માં ખેલકુદ મહોત્સવમાં સતત સાતમી વખત જનરલ ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરીને નંદકુવરબા મહિલા કોલેજ – દેવરાજનગરે ઈતિહાસ રચ્યો

ભાવનગર
આંતર કોલેજ ખેલકુદ મહોત્સવમાં એથ્લેટિક્સ ની સ્પર્ધામાં પણ સતત ૧૦ મી વખતે ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી નંદકુંવરબા મહિલા કોલેજ – દેવરાજનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગર માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ એ તા. ૩૦-૧૧-૨૦૨૪ અને તા. ૦૧-૧૨-૨૦૨૪ ના રોજ યોજાયેલ ૪૪માં બે દિવસીય ખેલકૂદ મહોત્સવ સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ભાવનગર માં ભાગ લીધો હતો. આ બે દિવસીય ખેલકૂદ મહોત્સવ માં રેસવોક(જલદ ચાલ), ૨૦૦ મી. દોડ, ૪૦૦ મી. દોડ, ૮૦૦ મી. દોડ, ૧૫૦૦ મી. દોડ, ૫૦૦૦ મી. દોડ, ૧૦,૦૦૦ મી. દોડ, ૪૦૦ મી. વિઘ્ન દોડ, ૧૦૦ મી. વિઘ્ન દોડ, ૧૧૦ મી. વિઘ્ન દોડ, ૩૦૦૦મી. ત્રિપલ ચેસ, ત્રિપલ જંપ, ઉંચી કુદ, લાંબી કુદ, ગોળા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક જેવી રમતોમાં સમગ્ર યુનિ. માં ભાગ લીધો હતો. જેમાં ૧૦,૦૦૦ મીટર દોડ માં કુ. જાંબુચા કાજલે મનજીભાઈ પ્રથમ, ૫૦૦૦ મીટર દોડમાં જાંબુચા કાજલ મનજીભાઈ પ્રથમ અને વાળા માનસી જુવાનભાઈ બીજા નંબરે, ૮૦૦મી દોડ માં બાવિળયા જાનકી ભરતભાઈ પ્રથમ નંબરે અને દિહોર કિંજલ લીંબાભાઈ બીજા નંબરે, ૪૦૦ મી. દોડ માં બાવિળયા જાનકી ભરતભાઈ પ્રથમ નંબરે અને પરમાર કૃપાલી બીજા નંબરે, ૨૦૦ મી. દોડ માં જાંબુચા કૃપાલી વિજયભાઈ પ્રથમ નંબરે અને બારૈયા રાધા ગોબરભાઈ ત્રીજા નંબરે, ૧૦૦ મી. દોડ માં જાંબુચા માયા અરવિંદભાઈ પ્રથમ નંબરે અને બારૈયા રાધા ગોબરભાઈ બીજા નંબરે, ૧૦૦ મી. વિઘ્ન દોડ માં જાંબુચા માયા પ્રથમ નંબરે અને પરમાર દેવાંશી ત્રીજા નંબરે, ૪૦૦મી. વિઘ્ન દોડ માં જાંબુચા માયા પ્રથમ નંબરે અને પરમાર કૃપાલી બીજા નંબરે, ૩૦૦૦ મી. સ્ટીપલ ચેઝ માં બાવળિયા જાનકી ભરતભાઈ પ્રથમ નંબરે અને જાંબુચા કાજલ મનજીભાઈ બીજા નંબરે, લાંબી કુદ માં પરમાર હેમાંશી ભાવસિંહભાઈ પ્રથમ નંબરે અને પરમાર નિશા ત્રીજા નંબરે, શોર્ટપુટ(ગોળાફેંક) માં બારૈયા સોનલ ચકાભાઇ ત્રીજા, હાઈ જંપ માં પરમાર હેમાંશી ભાવસિંહભાઈ પ્રથમ નંબરે, ૪ X ૧૦૦ મી. રીલે દોડ માં માયા, નિશા, કૃપાલી, હેમાંશી પ્રથમ નંબરે, ૪ X ૪૦૦ મી. રેલે દોડ માં કાજલ, માયા, જાનકી, કૃપાલી પ્રથમ નંબરે, લંગડીફાળ કુળ માં પરમાર દેવાંશી પ્રથમ નંબરે અને પરમાર નિશા પ્રવીણભાઈ બીજા નંબરે, બરછી ફેંક માં બારૈયા સોનલ ચકાભાઇ બીજા નંબરે અને હાઈજંપ માં પરમાર હેમાંશી ભાવસિંહભાઈ પ્રથમ નંબરે રહી સમગ્ર યુનિ. માં ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે યુનિ. ની જનરલ ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરવા માટે યુનિ. દ્વારા આયોજિત વર્ષ દરમિયાન જે જે સ્પર્ધામાં ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરી હોય તે કોલેજ યુનિ. ની ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરે છે. આ વર્ષ દરમિયાન નંદકુવરબા મહિલા કોજ-દેવરાજનગર કબડડી, ખો-ખો, બાસ્કેટ બોલ, વોલીબગ, હેન્ડબોલ, હોકી, ચેસ, ફૂટબોલ, હોકી, ડો-કુસ્તી લોન-ટેનીસ, બેડમિન્ટન, સ્ક્વોશ રેકેટ, ટેબલ-ટેનીસ, જીમ્નાસ્ટીક જેવી બીજી રમતોની સ્પર્ધામાં ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરી સતત સાતમી વખત જનરલ ચેમ્પિયન બનેલ છે. નંદકુવરબા મહીલા કોલેજ-દેવરાજનગર ની સમગ્ર સ્પોર્ટસ ની ટીમે વર્ષ દરમિયાન યોજાયેલ વિવિધ સ્પર્ધામાં ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરી સતત સાતમી વખત જનરલ ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરી યુનિ. માં નવો ઈતિહાસ રચવા બદલ કોલેજના મે. ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા મેં. ડાયરેક્ટર ડો. રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં સમગ્ર વર્ષ દરમિયાન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ની વિવિધ રમતો ના ખેલાડીઓએ સમગ્ર વર્ષ દરમિયાન પ્રેક્ટીસ કરવા માટે ગ્રાઉન્ડ ની સુવિધા આપવા બદલ કે.એસ.એમ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સેન્ટ ઝેવિયર્સ સ્કુલ, સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, યુનિવર્સીટી ગ્રાઉન્ડ અને ગણેશ ક્રીડાંગણ તથા તેમાં સેવા આપતા તમામ સ્ટાફે જે સેવા આપી તેમનો અને ગ્રાઉન્ડ ના સંચાલકોનો કોલેજના મે. ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા મેં. ડાયરેક્ટર ડો. રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top