જામખંભાળિયા: કલ્યાણપુરના બસ સ્ટેશન પાસેથી પોલીસે જગદીશ ભાઈ બચુભાઈ સચદેવ (ઉ.વ. 58) ને વરલી મટકાનો જુગાર રમતા મોબાઈલ સહિત કુલ રૂપિયા 15,400 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ, ગુનો નોંધ્યો હતો.
ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાંથી મુકેશ બીજલભાઈ ભરવાડ, બચુ મેરાભાઈ કારેણા અને ધીરુ કારા સોલંકીને પોલીસે ગંજીપાના વડે જુગાર રમતા રૂ. 2,180 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. અન્ય એક દરોડામાં ઓખા મરીન પોલીસે હાજી ઇસ્માઈલ બેતારા અને સહદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઇ, મુદ્દામાલ કબજે કર્યો હતો.