રાજકોટકોઈન બોક્સ, પબ્લિક એસ.ટી.ડી.-પી.સી.ઓ. બુથ પરથી રાજકોટ ગ્રામ્ય –જિલ્લામાં થતા વિવિધ ગુનાઈત કૃત્યો અટકાવવા તથા જાહેર સલામતી તેમજ કાયદો વ્યવસ્થા જાળવવાના આશયથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.કે.ગૌતમે, રાજકોટ ગ્રામ્ય-જિલ્લામાં એસ.ટી.ડી., પી.સી.ઓ., કોઈનબોક્સ સંચાલકને રજિસ્ટર નિભાવવા ફરમાન જારી કર્યું છે.જે મુજબ કોઈન કલેક્શન બોક્સ, એસ.ટી.ડી./પી.સી.ઓ. /આઈ.એસ.ડી. ધારકો તથા સર્વિસ પ્રોવાઇડર્સ (૧) ભારત સંચાર નિગમ લિ. (ર) રિલાયન્સ […]
Category: RAJKOT
રાજકોટ જિલ્લામાં જૂના મોબાઈલ લે-વેચ કરતા વેપારીઓએ ગ્રાહકોનું રજિસ્ટર નિભાવવા સૂચના
રાજકોટઆતંકવાદી કૃત્યો તેમજ ગુનાખોરીમાં જૂના ખરીદાયેલા અથવા તો ચોરાયેલા મોબાઈલનો વ્યાપક ઉપયોગ થતો હોવાથી, રાજકોટ ગ્રામ્ય તથા જિલ્લામાં ગુનાઈત પ્રવૃત્તિઓ અટકાવવા તથા કાયદો વ્યવસ્થા જાળવવાના હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એ.કે.ગૌતમએ જૂના મોબાઈલ લે-વેચ અંગે ફરમાન જારી કર્યા છે.જે મુજબ, રાજકોટ ગ્રામ્ય તથા જિલ્લામાં કોઈપણ દુકાનદાર ઈસમ જૂના મોબાઈલ ફોનની ગ્રાહક પાસેથી આપ-લે (ખરીદ-વેચાણ) કરે […]
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૪ જાન્યુઆરીએ રાજકોટમાં ખેલ મહાકુંભ ૩.૦નો શુભારંભ
રાજ્યકક્ષાના તૃતીય રમતોત્સવ માટે ૭૧.૩૦ લાખ રમતવીરોનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન રાજકોટ રમતવીરોના ઉત્સાહ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ૪ જાન્યુઆરી ને શનિવારે રાજકોટથી ખેલ મહાકુંભ ૩.૦નો શુભારંભ કરાવશે. રાજ્યકક્ષાના તૃતીય રમતોત્સવ માટે ૭૧,૩૦,૮૩૪ રમતવીરોનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયું છે. દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે.સ્પોર્ટ્સ […]
જળસંચય સાથે વૃક્ષારોપણ માટે શ્રી મોરારિબાપુએ તંજાવુર તીર્થમાં રામકથામાં કર્યો અનુરોધ
રાજકોટ વૃદ્ધાશ્રમ સંસ્થા દેશભરમાં આપશે માર્ગદર્શન મૂકેશ પંડિત, તંજાવુર તામિલનાડુનાં તંજાવુર તીર્થમાં રામકથામાં વ્યાસપીઠ પરથી શ્રી મોરારિબાપુએ જળસંચય સાથે વૃક્ષારોપણ માટે અનુરોધ કર્યો અને રાજકોટ વૃદ્ધાશ્રમ સંસ્થા દેશભરમાં માર્ગદર્શન આપશે તેમ જણાવ્યું. શ્રી મોરારિબાપુ દ્વારા દરેક રામકથા સાથે પ્રાસંગિક સામાજિક ઉત્થાન માટે કોઈને કોઈ ઉપક્રમ કે સંદેશો અપાતો રહ્યો છે. તામિલનાડુનાં તંજાવુર તીર્થમાં રામકથા ‘માનસ […]
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારંભમાં સામેલ થશે
રાજકોટ રાજ્યના આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ રાજકોટના બે દિવસના પ્રવાસે આવનાર છે. જેમાં તા. ૨૮ ડિસેમ્બર શનિવારના રોજ મંત્રી ૧૫:૦૦ કલાકે રાજકોટ ની વિવિધ હોસ્પિટલોની સમીક્ષા કરશે, ત્યારબાદ તા.૨૯ ડિસેમ્બર રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં સામેલ થશે.
