હરેશ જોષી- કુંઢેલી તળાજા તાલુકાના રાળગોન ગામે સ્થિત શ્રી જ્ઞાનમંજરી સ્કૂલમાં ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓને આગામી તા. 27/02/2025 થી શરુ થઇ રહેલ બોર્ડની પરીક્ષાના અનુસંધાને માર્ગદર્શન સેમિનાર અને વાલી સંમેલનનું આયોજન થયું હતું. બાળકોનો આત્મવિશ્વાસ વધારવા અને આયોજનબદ્ધ મહેનત કરવા માટે ભાવનગરનાં જાણીતા શિક્ષક અને માર્ગદર્શક મહેશભાઈ ધાંધલ્યાએ પોતાની આગવી શૈલીમાં વિધાર્થી અને […]
Tag: EDUCATION
ભાવનગર જિલ્લામાં જય જનની સ્કૂલ બપાડા ખાતે તુલસી પૂજનની ભવ્ય ઉજવણી થઈ
ભાવનગરજય જનની શાળામાં થઈ તુલસીપૂજન દિવસની ભવ્ય ઉજવણી થઈ હતીશાળામાં તુલસીપૂજનની ભવ્ય ઉજવણી થઈ.. જેમાં ડો. ઓ. બી. કાપડિયા, RSS તાલુકા કાર્યવાહ અનિલભાઈ ડાભી શાળાના ટ્રસ્ટી તુલસીભાઈ મકવાણા અને રમેશભાઈ કોરડીયા શાળાના માર્ગદર્શક શ્રી ધર્મેશભાઈ કોરડીયા શાળાના સંચાલક શ્રી ભાવેશભાઈ કોરડીયા મહેમાન તરીકે ઉપસ્થિતિમાં શાળામાં તુલસી પૂજન કરવામાં આવ્યું. આ ઉપરાંત તુલસીનું મહત્વ, તુલસી દર્શન […]
સણોસરામાં પૂર્ણા દિવસની થઈ ઉજવણી
ઈશ્વરિયા મંગળવાર તા.૨૪-૧૨-૨૦૨૪ સંકલિત બાળવિકાસ યોજના કચેરી અંતર્ગત સણોસરામાં આંગણવાડી કેન્દ્રો અંતર્ગતપૂર્ણા દિવસની થઈ ઉજવણી છે. ફરજ પરનાં અધિકારી શ્રી હેમાબેન દવેનાં માર્ગદર્શન સાથે કિશોરીઓને સારી વર્તણુક અને જીવન કૌશલ્ય સમજ અપાઈ. આંગણવાડી કાર્યકર્તા શ્રી સંગીતાબેન ચાવડા, શ્રી હિનાબેન પુરોહિત અને શ્રી કૈલાસબેન ચૌહાણ, શ્રી ચંદ્રિકાબેન મકવાણા દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.
રામધરી આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા દિવસ
ઈશ્વરિયા મંગળવાર તા.૨૪-૧૨-૨૦૨૪ સિહોર તાલુકાનાં રામધરી ગામે આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી. સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોરનાં ફરજ પરનાં અધિકારી શ્રી હેમાબેન દવે સાથે નિરીક્ષક શ્રી સવિતાબેન ગોહિલ દ્વારા કિશોરીઓને સારી વર્તણુંક તથા જીવન કૌશલ્ય અંગે માર્ગદર્શન અપાયું. અહિંયા આંગણવાડી કાર્યકર્તા શ્રી ભૂમિબેન પંડ્યા, શ્રી ધામેલિયા અને શ્રી મધુબેન સમેજાએ સંકલન કર્યું હતું.
