ખંભાળિયામાં બંધ મકાનના ધાબા ઉપર ગાય ચડી જતા દોડધામ
જામ ખંભાળિયા, તા. ૦૪-૦૧-૨૦૨૫ ખંભાળિયા શહેર નજીક આવેલા શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં આજરોજ એક બંધ મકાનના ધાબા ઉપર ગાય ચડી જતા ભારે અફરાતફરીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીંના શક્તિનગર વિસ્તાર સ્થિત એક આસામીના બંધ રહેણાંક મકાનના ખુલ્લા ધાબા પર ગૌવંશ ચડી જતા આ અંગે સ્થાનિકો દ્વારા અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમાન કેર ચેરીટેબલ…
