
જુનાગઢ, સુરેન્દ્રનગર તથા મહારાષ્ટ્રના થાણે તથા અમરાવતી જીલ્લામાં નોંધાયેલ કુલ-૦૫ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો
પોરબંદર જીલ્લાના કીર્તિમંદીર પોલીસમાં છેલ્લા ૮ વર્ષ થી તથા મધ્યપ્રદેશના સેંધવા પોલીસમાં છેલ્લા ૨ વર્ષ થી તથા તમીલનાડુના સેંગમ પોલીસમાં છેલ્લા ૧ વર્ષ થી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી મુદામાલ રીકવર કરતી પોરબંદર એલ.સી.બી.
પોરબંદર
પોરબંદરમાં ગઇ તા.૫/૨/૨૦૨૫ના રોજ કમલાબાગ પોલીસ વિસ્તારના નવા ફુવાર સર્કલ પાસે થી ફરીયાદીના મોપેડ મોટર સાયકલના હેન્ડલમાં ટીંગાડેલ બેગ ચોરી થયેલાનો બનાવ બનતા કમલાબાગ પોલીસમાં નોંધાયેલ જે ગુનાના આરોપીઓને શોધી કાઢવા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્રારા માર્ગદર્શન અને સુચના આધારે પોરબંદર જીલ્લાની અલગ-અલગ ટીમો જેમાં એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલફર્લો, કમલાબાગ પોલીસની ચાર ટીમો બનાવવામાં આવેલ હતી. દરમ્યાન ગુનાના સમયના બનાવવાળી જગ્યા આસપાસમાં તથા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અંતર્ગત લગાડવામાં આવેલ કેમેરા મારફતે આરોપીઓ તથા ગુનામાં ઉપગોગમાં લીધેલ મોટર સાયકલની ઓળખ કરી આરોપીઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા દરમ્યાન એલ સી.બી. પીઆઇ આર કે કાંબરીયા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો કુતીયાણા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના કોન્સ્ટેબલ નટવર ઓડેદરા તથા વિરેન્દ્ર પરમાર તથા કુતીયાણા કોન્સ્ટેબલ અક્ષય ઝાલાને ખાનગીરાહે બાતમી મળેલ કે, ચોરી કરનાર ઇસમો કાળા કલરના સાઇન મોટર સાયકલ નં MH-04-EA-8501 માં બેસીને કુતીયાણા ચૌટા વાંકથી જુનાગઢ તરફ નીકળવાના છે. તેવી હકીકત મળતા તુરત જ કુતીયાણા-જુનાગઢ રોડ માંડવા ગામના પાટીયા નજીક જઇ તપાસમાં હોય દરમ્યાન કાળા કલરના સાઇન મોટર સાયકલ નં. MH-04-EA-8501 તથા કાળા કલરના યુનીકોર્ન મોટર સાયકલ નં MH-27-CJ-1176 માં એક-એક ઇસમ બેસીને આવતા હોય જેથી તેઓ વર્ણનવાળા બંન્નેને પકડી પાડી તપાસ કરતા (૧) સુરેશ બાબુ ઉર્ફે શ્રીનિવાસ કુડુંબાશંકર નાયડુ તથા ભોવી ઉ.વ.૩૧ રહે અમરનાથ હાઉસીંગ સોસાયટી બોર્ડ સુભાષનગર સોમેશ્વર મંદીર પાસે તાઅમરનાથ જી થાણે મહારાષ્ટ્ર મુળ રહે ભદ્રાવતી ઓસમાનનગર તા ભદ્રાવતી જી શિવમોગા કર્ણાટક (૨) સંજુ વૈકટેશ બાબુ નાયડુ તથા ભોવી ઉ.વ.૧૯ રહે અમરનાથ મકાન નં ૪૮૧, રૂપાદેવી ચાલી, પાડા નં ૧ ઇંદીરા નગર શીવમંદિર પાસે તા અમરનાથ જી ઠાણે વેસ્ટ મુંબઇ મુળ રહે. ભદ્રાવતી ઓસમાનનગર સર્કલ ક્રોસ તા.ભદ્રાવતી જી શિવમોગ્મા કર્ણાટક વાળાઓ હોવાનું જણાયેલ સદરહું બંન્ને ઇસમોને ચેક કરતા સુરેશ પાસેથી ઉપરોકત ગુનાના કામે ચોરી થયેલ રોકડા રૂા. ૧૫૦૦/- તથા ચોરી કરવામાં ઉપયોગ કરેલ કાળા કલરનું સાઇન મોટર સાયકલ નં. MH-04-EA- 8501 કી.રૂા. ૨૦,૦૦૦/- ગણી તથા કાળા કલરનો કીપેડવાળો મોબાઇલ ફોન કી રૂા. ૫૦૦/- તથા ચોરી કરવામાં ઉપયોગ કરેલ (૧) ટાયરના પંચર કરવાનો સુયો નંગ-૧ કી.રૂા. ૦૦/૦૦ તથા ડેકીના લોક ખોલવાનું T-આકારનું પાનું નંગ-૧ કી.રૂ.૦૦/૦૦ તથા ફોરવ્હીલના કાચ તોડવાનું પાનુ નંગ-૧ કી.રૂા. ૦૦/૦૦ તથા લાલ કલરનો પાઉડર ભરેલ પોલીથીનની કોથળી નંગ-૧ ની કી.રૂા. ૦૦/૦૦ ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.
બંન્ને જણાએ ક્યા ક્યા વણશોધાયેલ ગુનાઓની કબુલાત આપી?
(૧) બંન્ને આરોપી તથા તેની સાથે શંકર લક્ષમણા શેટ્ટી તથા આચાર્ય તથા ભોવી તથા નાયડુ અને સીનરાસ મુથપ્પા એમ ચારેય જણાએ ઉપરોકત બંન્ને મોટર સાયકલોમાં બેન્કમાંથી નીકળતા એક માણસનો પીછો કરી પાછળ-પાછળ જઇ તે માણસો તેની પાસેનું મોપેડ મોટર સાયકલ જુનાગઢ ગાંધીજીના પુતળા પાસે આવેલ ઇંડાની દુકાન પાસે પાર્ક કરી જતો રહેતા સદરહું મોપેડ મોટર સાયકલની સીટ ઉચકાવી પોતે ડેકીમાં રોકડા રૂા. ૨૬,૫૦૦/- ની ચોરી કરેલ હોય અને સદરહું ચોરીમાં ઉપરોકત બંન્ને આરોપીના ભાગે રૂ।. ૧૫,૫૦૦/- આવેલ હોય જે રૂપીયા મજકુર સંજુ વૈકટેશ બાબુ નાયડુ તથા ભોવી પાસેથી મળી આવેલ હોય તથા ઉપરોકત ગુનો કરવામાં ઉપયોગ કરેલ કાળા કલરના યુનીકોર્ન મોસા. નં MH-27-CJ-1176 કી.રૂ. ૩૦,૦૦૦/- ગણી તથા મજકુર સંજુ પાસે થી ચોરી કરવામાં ઉપયોગ કરેલ ટાયરનો વાલગોલો ખોલવાનું પાનુ નંગ-૧ કી.ગ્ન. ૦૦/૦૦ તથા ડેકીના લોક ખોલવાનું T- આકારનું પાનું નંગ-૧ કી.રૂા. ૦૦/૦૦ તથા ખંજવાળનો પાઉડર રાખેલ કાગળ નંગ-૧ ની કી.રૂા. ૦૦/૦૦ ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ જે બાબતે જુનાગઢ બી-ડીવી. પોલીસમાં ગુનો રજીસ્ટર્ડ થયેલ છે.
(૨) વીસેક દિવસ પહેલા શંકર ઉફ રાષ્ટ્રો લક્ષમણા આયાય તથા ભાવા તથા નાયડુ અને સીનરાસ મુથપ્પા આચાર્ય તથા નાયડુ એમ ચારેય જણા તેમની પાસેના મો.સા. નં. MH-27-CJ-1176 તથા MH-04- EA-8501 માં સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં રીવરફ્રન્ટ પાસે આવેલ એક હોટલ પાસે પડેલ કાળા કલરની ક્રેટા કારનો કલીનર સાઇડનો કાચ ચોડી ડેશબોર્ડના ખાનામાંથી થેલીની ચોરી કરેલ હતી જેમાં રોકડા રૂ।. ૩,૦૬,૦૦૦/- તથા બેંકની પાસબુક મળી આવેલ હતી જે બાબતે સુરેન્દ્રનગર સીટી બી-ડીવીઝન પોલીસમાં ગુનો રજીસ્ટર્ડ થયેલ છે.
(3) આજ થી આશરે અઢી મહીના પહેલા ઉપરોકત બંન્ને આરોપીઓ અને શંકર લક્ષમણા શેટ્ટી તથા આચાર્ય તથા ભોવી તથા નાયડુ અને સંજુ સઓ વૈકટેશ બાબુભાઇ નાયડુ તથા ભોવી અને સીનરાસ મુથપ્પા એમ ચારેય જણાએ મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં આવેલ નવસારી ચોકમાં સિતારા કોમ્પ્લેક્ષ પાસે આવેલ ચા ની કેન્ટીન પાસે પાર્ક કરેલ હોન્ડા કંપનીનું કાળા કલરનું યુનીકોર્ન મોટર સાયકલ નં MH-27-CJ-1176 નું ડાયરેકટ કરી ચોરી કરેલ હતુ. જે મોટર સાયકલ પોરબંદર તથા જુનાગઢ તથા સુરેન્દ્રનગર ખાતે ચોરી કરવામાં ઉપયોગ કરેલ છે. જે ચોરી બાબતે મહારાષ્ટ્ર અમરાવતી સીટી ગાડગેનગર પોલીસમાં ગુનો રજીસ્ટર્ડ થયેલ છે.
(૪) આજ થી આશરે ચારેક મહીના પહેલા બંન્ને આરોપીઓ અને શંકર લક્ષમણા શેટ્ટી તથા આચાર્ય તથા ભોવી તથા નાયડુ અને સંજુ સ/ઓ વૈકટેશ બાબુભાઇ નાયડુ તથા ભોવી અને સીનરાસ મુથપ્પા એમ ચારેય જણાએ મહારાષ્ટ્રના થાણે સીટીના ભીવંડી અંજુરફાટામાં આવેલ મેધદ્રાર માર્કેટ પાસે બીલ્ડીંગ નીચે પાર્ક કરેલ કાળા કલરનું હોન્ડા કંપનીનું સાઇન મોટર સાયકલ નં. MH-04-EA- 8501 નું ડાયરેકટ કરી ચોરી કરેલ હતું જે પોરબંદર તથા જુનાગઢ તથા સુરેન્દ્રનગર ખાતે ચોરી કરવામાં ઉપયોગ કરેલ છે. જે ચોરી બાબતે મહારાષ્ટ્ર થાણે સીટી નારપોલી પોલીસમાં ગુનો દાખલ થયેલ છે.
ક્યા ક્યા ગુનામાં નાસ્તા ફરતા હતા બંને આરોપીઓ?
(૧) કીર્તિમંદીર પોલીસનો ૩૭૯, ૧૧૪ મુજબનો ગુનો તા.૧૮/૦૬/૨૦૧૬ ના રોજ દાખલ થયેલ હોય અને સદરહું ગુનામાં મજકુર સંજુ સઓ વૈકટેશ બાબુભાઇ નાયડુ તથા ભોવી લાલશાહી થી નાસતો ફરતો અટક કરવાનો બાકી હોવાનું જણાઇ આવેલ છે.
(ર) મધ્યપ્રદેશ રાજયના બડવાની જીલ્લાના સેંધવા સીટી પોસ્ટે, ગુ.ર.નં ૦૦૭૬/૨૦૨૩ IP.C, ૬, ૩૭૯, ૧૧૪ મુજબનો ગુનો તા.૦૩/૦૩/૨૦૨૩ ના રોજ દાખલ થયેલ હોય અને સદરહું ગુનામાં મજકુર સંજુ વૈકટેશ બાબુ નાયડુ તથા ભોવી અને સુરેશ બાબુ ઉર્ફે શ્રીનિવાસ કુડુંબાશંકર નાયડુ તથા ભોવી એમ બંન્ને જણા નાસતા ફરતા અટક કરવાના બાકી હોવાનું જણાઇ આવેલ છે.
(૩) તમીલનાડુ રાજયના તીરૂવન્નમલાઇ જીલ્લાના સેંગમ પોસ્ટ ગુ.ર.નં ૪૫૫/૨૦૨૪ B.N.S, ૬, ૩૦૩(૨) મુજબનો ગુનો તા.૧૨/૦૯/૨૦૨૪ ના રોજ રજી. થયેલ હોય અને સદરહું ગુનામાં મજકુર સુરેશ સઓ બાબુ ઉર્ફે શ્રીનિવાસ કુડુંબાશંકર નાયડુ તથા ભોવી નાસતો ફરતો અટક કરવાના બાકી હોવાનું જણાઇ આવેલ છે.